Baroda

દારૃ-જુગારના ધંધા અંગે કોમેન્ટ મુદ્દે ભીલાપુરમાં ભાજપના બે જૂથ વચ્ચે અથડામણમાં બંને પક્ષોની ફરિયાદ

By GS Team
25 Aug 20262 mins read
TukuTouch Logo
વડોદરાના ડભોઇ તાલુકાના ભીલાપુરમાં ભાજપના બે જૂથ વચ્ચે સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે મારામારી થઈ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. પરેશ પટેલે યતિન ઉર્ફે પિન્ટુ પટેલ સહિત 6 સામે ધમકી અને માર મારવાની ફરિયાદ કરી. સામા પક્ષે નવજ્યોતસિંહ ઠાકોરે પરેશ પટેલ સહિત 7 સામે માર મારવાની ફરિયાદ નોંધાવી. પોલીસે 24 કલાકમાં તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દારૃ-જુગારના ધંધા અંગે કોમેન્ટ મુદ્દે ભીલાપુરમાં ભાજપના બે જૂથ વચ્ચે અથડામણમાં બંને પક્ષોની ફરિયાદ

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ભીલાપુર ખાતે સોશિયલ મીડિયા પરની પોસ્ટ મુદ્દે ગઇકાલે ભાજપના બે જૂથ વચ્ચે થયેલી અથડામણના બનાવમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇ આરોપીઓની અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.
ભીલાપુરમાં સ્ટેશન ફળિયામાં રહેતા પરેશ જશભાઇ પટેલે નડા ગામમાં રહેતા યતિન ઉર્ફે પીન્ટુ પટેલ, રઘુવીરસિંહ ઠાકોર, ભાવેશ પટેલ, પુનિત ભરવાડ, હરીભાઇ ભરવાડ તેમજ અન્ય એક ભરવાડ સામે ડભોઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૪ના રોજ સવારે ગામની ભાગોળે ચાચાની ચાની દુકાન પર હું તેમજ ડેપ્યૂટી સરપંચ દિનેશભાઇ રબારી અને અન્ય ચા પીવા બેઠા હતા ત્યારે યતિન તેની થાર ગાડી લઇને આવી મને ધમકી આપી કે દારૃ-જુગારની બાબતે સોશિયલ મીડિયામાં કેમ કોમેન્ટ કરી તેમ કહી ઝઘડો કરી તારા જ ગામમાંથી બે જણ પાસેથી એટ્રોસિટિ કરાવીશ તેમ કહી તે જતો રહ્યો હતો. થોડા સમય પછી ત્રણ ફોર વ્હીલ ગાડીમાં ભાવેશ પટેલ સહિત અન્ય આવ્યા હતાં અને ઝઘડો કરી મને તેમજ કિરણ પટેલને માર માર્યો હતો.
સામા પક્ષે નડા ગામમાં નવજ્યોતસિંહ જીતેન્દ્રસિંહ ઠાકોરે ભીલાપુરમાં રહેતા વિવેક પ્રદિપ પટેલ, કિરણ પ્રદિપ પટેલ, પરેશ જશભાઇ પટેલ, જનાર્દન લક્ષ્મણભાઇ પટેલ, દિપક ઉર્ફે ગફુલ પટેલ, યોગેશ પટેલ અને ભોલાભાઇ સામે નોધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેતરે જતો હતો ત્યારે મને ખબર પડી હતી કે મારા નાના ભાઇ રઘુવીરસિંહ સાથે ઝઘડો થયો છે જેથી હું ત્યાં ગયો ત્યારે પરેશ પટેલે સોશિયલ મીડિયા પર કરેલી કોમેન્ટ મુદ્દે ઝઘડો ચાલતો હતો. દરમિયાન મને તેમજ મારા ભાઇને માર માર્યો હતો. ડભોઇ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.