Baroda

ભાણેજનો ટેમ્પો સગેવગે કરી દેનાર મામા સામે ફરિયાદ

By GS Team
4 Aug 20261 min read
TukuTouch Logo
બાપોદ પોલીસે ભાણેજ જયેશ પટેલની ફરિયાદના આધારે મામા મનીષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જયેશે ડિસેમ્બર-2024માં લોન પર ટેમ્પો લીધો હતો. જુલાઈ-2025માં મામા મનીષે આણંદની કંપનીમાં ભાડે મૂકવાના બહાને ટેમ્પો લઈ, નડિયાદમાં ગીરવે મૂકી દીધો હતો. પૈસા ન ચૂકવતા અને ટેમ્પો પરત ન આપતા, જયેશે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાણેજનો ટેમ્પો સગેવગે કરી  દેનાર મામા સામે ફરિયાદ

કંપનીમાં ટેમ્પો ભાડે મૂકવાના બહાને ભાણેજ પાસેથી લઇ જઇ બારોબાર ગીરવે મૂકી દેનાર મામા સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે.
બાપોદ હીરાબાનગરમાં રહેતો જયેશ પ્રદીપભાઇ પટેલ સરદાર એસ્ટેટની કંપનીમાં ડ્રાઇવર છે. તેણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ડિસેમ્બર - ૨૦૨૪ માં ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી લોન પર ટેમ્પો લીધો હતો.જુલાઇ - ૨૦૨૫ માં મારા મામા મનીષભાઇ રમણભાઇ પટેલે(રહે.ઉતરસંડા,સરદાર ચોક, તા.નડિયાદ, જિ. ખેડા) મને કહ્યું હતું કે,તમારો ટેમ્પો આણંદની કંપનીમાં ભાડે મૂકવો હોય તો કહેજો. દર મહિને ૩૦ હજાર રૃપિયા ભાડા તરીકે મળશે. મેં સંમતિ દર્શાવતા તેઓ મારી પાસેથી ટેમ્પો લઇ ગયા હતા. પહેલા મહિને ૧૮ હજાર તથા બીજા મહિને ૧૪ હજાર જ ભાડા પેટે ચૂકવ્યા હતા. ત્યારબાદ તેઓએ રૃપિયા ચૂકવ્યા નહતા. મેં ટેમ્પો પરત માગતા તેઓ ગલ્લા તલ્લા કરતા હતા. છેવટે તો તેઓએ ગાળો બોલી એવી ધમકી આપી હતી કે, હવે જો ટેમ્પો માગશી તો તારા પગ તોડી નાખીશ. તપાસ કરતા મને જાણવા મળ્યું હતું કે, મારા મામાએ આ ટેમ્પો નડિયાદમાં કોઇની પાસે ગીરવે મૂકી દીધો છે.