Baroda

માંજલપુરમાં ઝઘડો થતા યુવકની પત્નીને ઉપાડી જવાની ધમકી આપનાર સામે ફરિયાદ

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
માંજલપુરના હરીધામ ફ્લેટ્સમાં રહેતા પાયલબેને ફરિયાદ નોંધાવી છે. તેમના પતી નૈતિકભાઈનો લોકેશ શર્મા સાથે પાણીપુરીના પૈસા બાબતે ઝઘડો થયો હતો. જેની અદાવતમાં, રાત્રે 10 વાગ્યે સરસ્વતી ચોકડી પાસેથી પસાર થતા પાયલબેનને લોકેશ શર્મા, બાલા અય્યર અને નિલેશ કહારે "નૈતિક નહીં મળે તો તેની પત્નીને જ ઉપાડી જઈશું" તેવી ધમકી આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માંજલપુરમાં ઝઘડો થતા  યુવકની પત્નીને ઉપાડી જવાની ધમકી આપનાર સામે ફરિયાદ

માંજલપુરમાં પાણીપુરીના નાણાં બાબતે થયેલી બોલાચાલી અને ઝઘડાની અદાવતમાં પરિણીતાને ઉપાડી જવાની ધમકી આપવામાં આવી હતી.
માંજલપુર હરીધામ ફ્લેટ્સમાં રહેતા પાયલબેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા પતિ નૈતિકભાઈ પ્રેસ રિપોર્ટર છે. તેઓને અલવા નાકા પાસે પૂજીબા નગરમાં લોકેશ શર્મા નામના શખ્સ સાથે પાણીપુરીના પૈસા બાબતે ઝઘડો થયો હતો. રાત્રે ૧૦ વાગ્યે હું માંજલપુર સરસ્વતી ચોકડી તરફથી મારા ઘર તરફ ચાલતી જતી હતી. ત્યારે ત્યાં બેઠેલા લોકેશ શર્મા, બાલા અય્યર અને નિલેશ કહાર ત્યાં બેઠા હતા. લોકેશ શર્માએ મને જોઈને કહ્યું હતું કે, નૈતિક નહીં મળે તો તેની પત્નીને જ ઉપાડી જઈશું.