Baroda

કાર સગેવગે કરી દેતા ગેરેજ માલિક સામે ફરિયાદ

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
મકરપુરા પોલીસે કાર સગેવગે કરવા બદલ પ્રિતી ઓટો ગેરેજના માલિક રવિસિંગ અજુયસિંગ પંજાબી સામે ગુનો નોંધ્યો છે. સેલ્સ મેનેજર સન્ની પટિયાલે પોતાની 5.50 લાખની કાર વેચવા રવિસિંગને આપી હતી. રવિસિંગે 4.50 લાખથી વધુમાં કાર વેચી આપવાનું કહ્યું, પરંતુ બાદમાં કાર પરત ન આપી અને ધમકી આપી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાર સગેવગે કરી દેતા ગેરેજ માલિક સામે ફરિયાદ

કાર વેચવા માટે આપી સગેવગે કરી દેનાર ઓટો ગેરેજના માલિક સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
માણેજા કિશન આઇકોનમાં રહેતા સન્ની પ્રેમચંદભાઇ પટિયાલ ખાનગી કંપનીમાં સેલ્સ મેનેજર છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મેં એક કાર ૫.૫૦ લાખમાં ખરીદી હતી. ત્યારબાદ નવું ઘર લીધું હોઇ લોનના હપ્તા ચાલતા હતા. જેથી, મેં કાર વેચવાનું નક્કી કર્યું હતું.પ્રતાપનગર હજીરા પાસે પ્રિતી ઓટો ગેરેજ ચલાવતા રવિસિંગ અજુયસિંગ પંજાબીનો સંપર્ક કર્યો હતો. અમારી કારના ૪.૫૦ લાખ રૃપિયા મળે તો વેચી દેવાનું કહ્યું હતું. રવિસિંગે સાડા ચાર લાખથી વધુ રૃપિયામાં ગાડીનો સોદો કરી આપવાનું કહ્યું હતું. ત્યારબાદ રવિસિંગ કાર પરત આપતો નહતો. અને એવું કહેતો હતો કે, તારાથી થાય તે કરી લે.