વડોદરા: ગણેશ વિસર્જન બાદ તળાવોમાં સફાઈ અભિયાન: સફાઈમાં લાગી પાલિકાની ટીમો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરને સંસ્કારની નગરી તરીકે ઓળખવામાં આવે છે. ગઈકાલે ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન બાદ આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ તળાવ ખાતે તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તળાવોમાં વિસર્જન બાદ પડેલા પૂજાપો, ફૂલહાર સહિતની સામગ્રી દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહાનગરપાલિકા દ્વારા સફાઈની કામગીરી કોન્ટ્રાક્ટ આધારે કરાવવામાં આવી રહી છે. શહેરના વિવિધ કૃત્રિમ તેમજ કુદરતી તળાવ ખાતે સફાઈ કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ છે. વિસર્જન દરમિયાન તળાવમાં એકઠી થયેલી પૂજાની સામગ્રી અને અન્ય કચરો બહાર કાઢીને સ્થળને સ્વચ્છ કરવામાં આવી રહ્યું છે.
સફાઈ કામગીરીની સાથે તળાવમાં રહેલી ગણેશ પ્રતિમાઓના અવશેષો અને અન્ય કાટમાળને પણ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. વિસર્જન બાદ તળાવોમાં ગંદકી ન રહે અને આગામી દિવસોમાં પાણી તેમજ આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે તે માટે પાલિકા દ્વારા સફાઈ કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.




