Baroda

ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવી આપઘાત

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
વડોદરાના માંજલપુરમાં 15 વર્ષીય વિદ્યાર્થિનીએ સ્કૂલેથી છૂટીને એપાર્ટમેન્ટની અગાશી પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. વડસર બ્રિજ નજીકની અંબે સ્કૂલમાં ધો.10માં ભણતી કિશોરી બસમાંથી ઉતરી ઘરે જવાને બદલે સીધી એપાર્ટમેન્ટની અગાશી પર પહોંચી હતી. ત્યાં બૂટ-મોજા કાઢી, સ્કૂલ બેગ મૂકી તેણે મોતનો ભૂસકો માર્યો. પિતાએ જ દીકરીનો મૃતદેહ જોતા ભાંગી પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ધો.૧૦ ની વિદ્યાર્થિનીનો બિલ્ડિંગની ટેરેસ પરથી ઝંપલાવી આપઘાત

માંજલપુર વિસ્તારની એક સ્કૂલમાં ઇંગ્લીશ મિડીયમમાં ધો.૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલેથી છૂટયા પછી એપાર્ટમેન્ટની અગાશી પર જઇ નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાતનું કારણ જાણવા માટે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ૧૫ વર્ષની કિશોરી અને તેનો નાનો ભાઇ વડસર બ્રિજ નજીકની અંબે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. બંને ભાઇ બહેન રોજ સાથે જ બસમાં સ્કૂલે જતા હતા અને છૂટીને પરત ઘરે આવતા હતા. સ્કૂલનો સમય સવારે ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધીનો છે. શનિવારે ૧ કલાક તેઓ વહેલા છૂટતા હોય છે. આજે સવારે રાબેતા મુજબ વિદ્યાર્થિની ઘરેથી સવારે સ્કૂલે ગઇ હતી. આજે તેનો ભાઇ ઘરે ગયો ન હતો. આજે ૧૧ વાગ્યે છૂટીને વિદ્યાર્થિની ઘર પાસે બસમાંથી ઉતરી હતી. ઘરે જવાની જગ્યાએ તે સીધી એપાર્ટમેન્ટની અગાશી પર જાય છે. જ્યાં બૂટ અને મોજા કાઢીને સ્કૂલ બેગ મૂકીને તે મોતનો ભૂસકો મારે છે. અવાજ આવતા લોકો બહાર દોડી આવે છે. વિદ્યાર્થિનીના પિતા પણ બહાર આવે છે. નીચે જઇને જુવે છો તો તેમની જ દીકરી હતી. દીકરીને આ હાલતમાં જોઇને તેના પિતા ભાંગી પડે છે. બનાવ અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવે છે. મકરપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. સુરેશભાઇએ સ્થળ પર જઇ મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે. આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.