માંજલપુરમાં મોંઘવારીના મુદ્દે શહેર કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત સહિત સમગ્ર દેશમાં વધી રહેલી મોંઘવારીના મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે માંજલપુરના ઈવા મોલ ચાર રસ્તા ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ કેન્દ્ર તથા રાજ્ય સરકારની પૂરવઠા નીતિ સામે સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગી કાર્યકરોએ પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ, ખાંડ,ખાદ્યતેલ સહિતની જીવનજરૃરી ચીજવસ્તુઓના ભાવ વધારા સામે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન 'મોંઘવારી હટાવો', 'પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડો'અને 'રાંધણ ગેસના ભાવ ઘટાડો' સહિતના સૂત્રોચ્ચાર કર્યા હતા.
શહેર કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના શાસનમાં સામાન્ય માણસ માટે જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ખાદ્યતેલ સહિત જીવનજરૃરી ચીજવસ્તુઓ મોંઘી થવાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની થાળી પર સીધી અસર થઈ છે. મોંઘવારી ઘટાડવા અસરકારક પગલાં લે તેવી કોંગ્રેસ દ્વારા માગ કરાઈ છે. આ ઉપરાંત, ભાજપના ઈશારે મ્યુનિ.કોર્પોરેશન અને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે.




