Baroda

ગુતાલ ગામે ક્લોરિન ગેસ લીકેજની ઘટનાથી તંત્રમાં દોડધામ

By GS Team
16 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે પાણી પુરવઠા પ્લાન્ટમાં આજે બપોરે સિલિન્ડર બદલતી વખતે ક્લોરિન ગેસ લીકેજ થયો હતો. નિયત એજન્સી સંચાલિત પ્લાન્ટમાં આ ઘટનાથી ગ્રામજનોમાં ભય ફેલાયો હતો. રાત્રે ગ્રામજનોએ પ્લાન્ટ ખાતે હોબાળો મચાવતા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પાણીની ગુણવત્તા અંગે લોકોએ રોષ વ્યક્ત કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુતાલ ગામે ક્લોરિન ગેસ લીકેજની ઘટનાથી તંત્રમાં દોડધામ

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગુતાલ ગામે આવેલી વાઘોડિયા (સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજના (પેકેજ-૪)ના પાણી પુરવઠા પ્લાન્ટમાં આજે સિલિન્ડર બદલવાની કામગીરી દરમિયાન ક્લોરિન ગેસ લીકેજ થતા વિસ્તારમાં ચિંતા ફેલાઈ ગઈ હતી.

આ પ્લાન્ટનું સંચાલન નિયત એજન્સી દ્વારા કરવામાં આવે છે. આજે બપોરે પ્લાન્ટમાં રૃટિન જાળવણીની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ક્લોરિન ગેસ લીક થતાં આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી.

પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરના જણાવ્યા મુજબ, બપોરે સિલિન્ડર બદલતી વખતે સિલિન્ડરની પિન નીકળી જતા ક્લોરિન લીકેજ થયું હતું. ઘટના બાદ સુરક્ષા કીટનો ઉપયોગ કરીને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.

જોકે રાત્રે ગ્રામજનોએ પ્લાન્ટ ખાતે ધસી જઈ ભારે હોબાળો મચાવ્યો હતો. ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી જઈ પરિસ્થિતિ સંભાળી હતી. ગ્રામજનોએ ગેસ લીકેજની આ ઘટના અને પાણીની ગુણવત્તાને લઈ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી.