Baroda

વડોદરામાં ખાણીપીણીની લારીઓ-દુકાનોમાં ખોરાક શાખાનું ચેકિંગ : ફરસાણ, ચા અને ખાણીપીણીની લારીઓમાંથી સેમ્પલ લેવાયા

By GS Team
29 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં કારેલીબાગ અને અમિતનગર ચાર રસ્તા પાસે ફૂડ સેફ્ટી ટીમે ફરસાણ, ચા-નાસ્તાની દુકાનો-લારીઓનું ચેકિંગ કર્યું. પાલિકાની ખોરાક શાખાએ ગુણવત્તા અને સ્વચ્છતા ચકાસી, ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા. અસ્વચ્છતા કે નિયમભંગ જણાશે તો કાર્યવાહી કરાશે. શહેરમાં ખાણીપીણી અંગેની ફરિયાદોને પગલે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાં ખાણીપીણીની લારીઓ-દુકાનોમાં ખોરાક શાખાનું ચેકિંગ : ફરસાણ, ચા અને ખાણીપીણીની લારીઓમાંથી સેમ્પલ લેવાયા

Vadodara Food Safety : વડોદરામાં કારેલી બાગ અને અમિત નગર ચાર રસ્તા પાસે આવેલી ફરસાણની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ તેમજ અન્ય ખાણીપીણીની દુકાનો અને લારીઓમાં આજે વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમો દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહી છે કે નહીં તેની તપાસ કરી વિવિધ ખાદ્ય પદાર્થોના સેમ્પલ પણ લીધા હતા.
શહેરમાં ખાણીપીણીની લારીઓ અને દુકાનોમાં અસ્વચ્છતા તથા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અંગે વારંવાર ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે અમિત નગર વિસ્તારમાં હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન ખાદ્ય પદાર્થો બનાવવાની અને વેચાણ કરવાની જગ્યાએ સ્વચ્છતા જળવાઈ છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની ખોરાક શાખાની ટીમો દ્વારા લેવાયેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલને પરીક્ષણ માટે મોકલવામાં આવશે.
ચેકિંગ દરમિયાન સ્વચ્છતા જાળવવામાં બેદરકારી કે ખાદ્ય સુરક્ષાના નિયમોનો ભંગ જણાશે તો સંબંધિત સંચાલકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.