Baroda

નવરચના વિદ્યાની વિદ્યાલયમાં CBSC ક્લસ્ટર–13 ખો-ખો ગર્લ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાની નવરચના વિદ્યાલય, સમા ખાતે 17થી 19 જુલાઈ, 2026 દરમિયાન CBSE ક્લસ્ટર–13 ખો-ખો ગર્લ્સ ટુર્નામેન્ટ–2026 યોજાઈ રહી છે. વડોદરા મનપા કમિશનર અરુણ મહેશ બાબુએ ઉદ્ઘાટન કર્યું. રાજ્યભરની 21 શાળાઓની 35થી વધુ ટીમો અંડર-14, અંડર-17, અંડર-19 વય શ્રેણીમાં ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટનો હેતુ યુવા ખેલાડીઓને રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક આપવાનો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નવરચના વિદ્યાની વિદ્યાલયમાં CBSC ક્લસ્ટર–13 ખો-ખો ગર્લ્સ ટુર્નામેન્ટનો પ્રારંભ

Vadodara : વડોદરા શહેરની શૈક્ષણિક સંસ્થા નવરચના વિદ્યાની વિદ્યાલય, સમા ખાતે 17થી 19 જુલાઈ, 2026 દરમિયાન સીબીએસઈ ક્લસ્ટર–13 ખો-ખો ગર્લ્સ ટુર્નામેન્ટ–2026નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવેલી શાળાઓની ટીમો પોતાની પ્રતિભા રજૂ કરી રહી છે.
ટુર્નામેન્ટમાં અંડર-14, અંડર-17 અને અંડર-19 ગર્લ્સ એમ ત્રણ વય શ્રેણીમાં સ્પર્ધાઓ યોજાઈ રહી છે. કુલ 21 શાળાઓની 35થી વધુ ટીમો આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લઈ રહી છે.
વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુએ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં રમતગમતનું મહત્વ સમજાવતાં ખેલાડીઓને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભેચ્છા પાઠવી હતી.
સમારોહમાં વડોદરાના જિલ્લા શિક્ષણાધિકારી મહેશકુમાર પાંડે, ગુજરાત રાજ્ય એમેચ્યોર ખો-ખો એસોસિયેશનના સેક્રેટરી સંતોષ ગરુડ, સીબીએસઈ સ્પોર્ટ્સ કમિટીના સભ્ય ડૉ. અર્જુનસિંહ મકવાણા તેમજ ટુર્નામેન્ટ ઓબ્ઝર્વર આશિષ ઝા વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ વધારવા ઉપરાંત શારીરિક સક્ષમતા, આત્મવિશ્વાસ, નેતૃત્વ, ટીમવર્ક, શિસ્ત અને ખેલદિલીની ભાવનાનો વિકાસ કરવાનો છે. સાથે જ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા દર્શાવી રાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક પણ ઉપલબ્ધ કરાવવાનો છે.