Baroda

ઇલોરાપાર્કની SBI,સમાની મોબાઇલ શોપ અને કારેલીબાગના મકાનમાંથી રોકડની ચોરી

By GS Team
17 Sep 20261 min read
TukuTouch Logo
શહેરમાં ચોરીના 3 બનાવોથી ખળભળાટ મચી ગયો છે. ગોત્રીમાં સ્ટેટ બેન્કની ઇલોરાપાર્ક શાખામાંથી 2 ગઠિયાએ ATMમાંથી ₹53,500 ઉપાડી લીધા. સમામાં મોબાઈલ શોપમાંથી ₹80,000ની રોકડ ચોરાઈ. કારેલીબાગમાં કેટરિંગ કામ કરતા મોહનલાલ પુરોહિતના મકાનમાંથી તસ્કરો ₹1.80 લાખ લઈ ફરાર થતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઇલોરાપાર્કની SBI,સમાની મોબાઇલ શોપ અને કારેલીબાગના મકાનમાંથી રોકડની ચોરી

શહેરમાં જુદા જુદા સ્થળોએ ચોરીના બનેલા ત્રણ બનાવો અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઇ છે.
ગોત્રીના રાજેશ ટાવર ખાતે આવેલી સ્ટેટ બેન્કની ઇલોરાપાર્ક શાખામાંથી ગઇ તા.૧૪-૯-૨૫ના રોજ સવારે બે ગઠિયા કેશ જમા કરાવવાના અને ઉપાડવાના મશીનના રૃમમાં પાછળના દરવાજાનું તાળું તોડી પ્રવેશ્યા હતા અને પાંચ ટ્રાન્જેક્શન કરી રૃ.૫૩૫૦૦ ઉપાડી ફરાર થઇ જતાં ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.
સમાની વૃન્દાલય રેસિડેન્સી સામે મોબાઇલ શોપ ધરાવતા રાહુલ રાજપુરોહિત તા.૧૪ મી સપ્ટેમ્બરે બપોરે દુકાનમાં હતો ત્યારે ત્રણ ગ્રાહકો આવ્યા હતા અને વાતોમાં પરોવી રૃ.૧૦૦ની ખરીદી કરી ગયા હતા.આ વખતે કોઇ ગઠિયો તેની નજર ચૂકવી રોકડા રૃ.૮૦ હજાર ઉપાડી ગયો હતો.આવી જ રીતે કારેલીબાગ ટાંકી રોડ પર શિલ્પી સોસાયટીમાં શેઠના મકાનમાં રહી કેટરિંગનું કામ કરતા મોહનલાલ પુરોહિત ગઇકાલે સવારે કામ માટે ગયા હતા ત્યારે ચાર કલાકના ગાળામાં નકૂચો અને જાળી તોડીને ત્રાટકેલો ચોર રોકડા રૃ.૧.૮૦લાખ ઉઠાવી જતાં તેેમણે પોલીસ ફરિયાદ કરી છે.