Baroda

વાઘોડિયારોડ પરથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ

By GS Team
10 Aug 20261 min read
TukuTouch Logo
વાઘોડિયારોડ પરથી PCB પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. વૃંદાવન ચોકડી પાસે કિરણ રશ્મીકાંત તડવી કારમાં દારૂ લાવવાનો હતો, જે વિજયસિંહ ગણપતસિંહ વાઘેલાએ મંગાવ્યો હતો. પોલીસે 72 બોટલ દારૂ સહિત ₹5.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વાઘોડિયારોડ પરથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ

વાઘોડિયારોડ પરથી પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે વિદેશી દારૃ ભરેલી કાર સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, વાઘોડિયારોડ વૃંદાવન ચોકડી પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં આવેલા ખુલ્લા મેદાનમાં કિરણ રશ્મીકાંત તડવી કારમાં વિદેશી દારૃ ભરીને આવવાનો છે. આ દારૃ વિજયસિંહ ગણપતસિંહ વાઘેલાએ મગાવ્યો છે. પી.આઇ. જે.આર.ગામીતની સૂચના મુજબ, સ્ટાફે ઉપરોક્ત સ્થળે જઇને વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર આવતા પોલીસે કોર્ડન કરીને કારમાંથી ડ્રાઇવરને નીચે ઉતારી પૂછતા તેણે પોતાનું નામ કિરણ તડવી (રહે. હીરાબાનગર, બાપોદ જકાતાનાકા) જણાવ્યું હતું. તેની કારમાંથી પોલીસે દારૃની ૭૨ બોટલ કિંમત રૃપિયા ૬૬,૪૪૪ ની કબજે કરી હતી. પોલીસે દારૃ, મોબાઇલ ફોન અને કાર સહિત કુલ ૫.૧૬ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.