ડભોઇરોડ પરથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડભોઇ રોડ ગણેશનગર નજીકથી વિદેશી દારૃ ભરેલી કાર સાથે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડી દારૃની ૩,૧૩૨ બોટલ,કાર અને બે મોબાઇલ સહિત કુલ૧૨.૬૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
એલ.સી.બી. ઝોન - ૩ ની ટીમને માહિતી મળી હતી કે, વિદેશી દારૃનો જથ્થો ભરીને એક કાર ગણેશનગર ડભોઇ રોડથી સોમા તળાવ તરફ જવાની છે. જેથી, ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના મુજબ, પોલીસ સ્ટાફે પંચને સાથે રાખી વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કાર આવતા પોલીસે કારને ઊભી રાખી તપાસ કરી હતી. કારમાંથી દારૃ મળી આવતા પોલીસે કારના ડ્રાઇવર કેતન ઉર્ફે ચીમન જીતેન્દ્રભાઇ રાણા (રહે. આશાપુરી નગર, વૈકુંઠ સોસાયટી પાસે, વાઘોડિયારોડ) તથા જયદીપ કલ્યાણસિંહ દરબાર (રહે. શિવશક્તિ મહોલ્લો, આજવારોડ) ની સામે ગુનો દાખલ કર્યો હતો. કેતને પોલીસને જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો નીરવ ભરતભાઇ પટેલે (રહે. ઉકાજીનું વાડિયુ, વાઘોડિયારોડ) વહેલી સવારે દારૃનો જથ્થો ભરીને કાર ખોડિયારનગર પાસે આપી ગયો હતો. નીરવ પટેલના કટલરીના પથારા પર હું અને જયદિપ નોકરી કરીએ છે. જેથી, પોલીસે નીરવ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, નીરવ પટેલ વોન્ટેડ છે.




