Baroda

વેપારીનો મોબાઇલ ફોન હેક કરીને 96,000 ટ્રાન્સફર કરી લીધા

By GS Team
10 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના વાડી વિસ્તારમાં વેપારી જહુર મહંમદ કુરેશી સાથે રૂ. 96,800ની સાયબર છેતરપિંડી થઈ છે. 12/09/2026ના રોજ સાંજે મોબાઈલ સ્વીચ ઓફ થયા બાદ તેમના બેંક ઓફ બરોડાના ખાતામાંથી રતન સેન ગૌતમ નામના અજાણ્યાના UPI એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર થયા હતા. વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વેપારીનો મોબાઇલ ફોન હેક કરીને 96,000 ટ્રાન્સફર કરી લીધા

Vadodara Fraud Case : વડોદરાના વાડી વિસ્તારમાં મોગલ વાડામાં રહેતા વેપારી જહુર મહંમદ નૂર મહંમદ કુરેશીએ વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવે છે કે, ગત તારીખ 12/09/2026ના રોજ સાંજે આશરે 4:30 વાગ્યે હું મારા ઘરે હાજર હતો. તે સમયે મારી દીકરીને ફોન કરવા માટે મેં મારો મોબાઈલ હાથમાં લીધો, ત્યારે અચાનક મોબાઈલની સ્ક્રીન બ્લેક થઈ ગઈ અને ફોન સ્વીચ ઓફ થઈ ગયો. ત્યારબાદ ફોન ચાલુ કરતાં જ મને ગૂગલ પે (Google Pay) મારફતે મેસેજ મળ્યો કે મારા બેંક ઓફ બરોડાના ખાતામાંથી રૂ.96,800 કપાઈ ગયા છે.
મેં ગૂગલ પે એપ્લિકેશનમાં તપાસ કરી તો માલૂમ પડ્યું કે આ રકમ રતન સેન ગૌતમ (RATAN SEN GAUTAM) નામના અજાણ્યા ઈસમના યુપીઆઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ હતી. સાયબર ફ્રોડ થયો હોવાની શંકા જતાં જ મેં સાયબર પોલીસનો સંપર્ક કર્યો અને સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 પર કૉલ કરીને મારી ઓનલાઈન ફરિયાદ નોંધાવી હતી.