તરસાલી શાક માર્કેટમાં લારીવાળાની દાદાગીરી : મહિલાને ગાળો બોલી તમાચા મારી દેતા મામલો ઉગ્ર બન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરામાં તરસાલીના બસ સ્ટેન્ડ પાસે શાક માર્કેટમાં ખરીદી કરવા ગયેલી મહિલા પર શાકભાજીવાળાએ હુમલો કર્યો હતો. જેના પગલે લોકો ઉમટી પડયા હતા. વિધર્મી શાકભાજીવાળાના ઘરની નજીક જ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બનાવના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ગઇકાલે રાત્રે એક મહિલા તરસાલી શાકભાજી માર્કેટમાં શાક લેવા માટે આવી હતી. એક લારી પર શાક લેતા સમયે શાકભાજીના ભાવતાલના મુદ્દે લારીવાળા સાથે માથાકૂટ થઇ હતી. લારીવાળાએ મહિલા સાથે અભદ્ર વ્યવહાર કર્યો હતો. ગાળો બોલતા શાકભાજીના લારીવાળાએ ઉશ્કેરાઇને મહિલાને તમાચો મારી દીધો હતો. આ વાત વાયુવેગે સમગ્ર વિસ્તારમાં ફેલાઇ જતા લોકો દોડી આવ્યા હતા. ટોળું જોઇને ડરી ગયેલો શાકભાજીની લારીવાળો ભાગી ગયો હતો. લારીવાળાએ એક મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા લોકો રોષે ભરાયા હતા. તેમાંય લારીવાળો વિધર્મી હોઇ મામલો વધુ તંગ બન્યો હતો. સ્થળ પર બજરંગદળના કાર્યકરો પણ દોડી આવ્યા હતા. મામલો કોમી અથડામણનું સ્વરૂપના લઇ લે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. તેમજ સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો. લોકોએ સંયમ રાખી પોલીસને ફરિયાદ દાખલ કરી આરોપીને ઝડપી લેવા રજૂઆત કરી હતી. 1 વાગ્યાથી લોકોએ આરોપીની સોસાયટી નજીક રામધૂન શરૂ કરી દીધી હતી. છેવટે ચાર વાગ્યે ફરિયાદની કોપી મળતા લોકો વિખેરાયા હતા. જેણે હુમલો કર્યો તેનો જ વિરોધ છે, અન્ય લારીવાળાનો નથી. તરસાલી શાકમાર્કેટમાં અન્ય વિધર્મી શાકભાજીવાળા પણ ધંધો કરે છે. સ્થાનિક લોકોએ એવી સ્પષ્ટ રજૂઆત કરી હતી કે, એક વિધર્મીના કરતૂતોની સજા અન્યને આપી ના શકાય. અમારી માગણી માત્ર એક જ છે કે, જેણે અભદ્ર વ્યવહાર કરી લાફા ઝીંક્યા છે. તેની સામે કડક કાર્યવાહી થાય. અન્ય લારીવાળાઓ સાથે અમારે કોઇ મનદુખ નથી.




