વડોદરામાં બિલ્ડરે દુકાન પેટે 10 લાખ પડાવી લઇ દસ્તાવેજ ના કરી આપ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : એસ.પી. ઇન્ફ્રા નામની ભાગીદારી પેઢી દ્વારા વાઘોડિયા રોડ પર શરૂ કરવામાં આવેલી સાઇટની જરૂરી પરવાનગી સરકારી તંત્રમાંથી લીધા વગર જ બુકીંગ શરૂ કરી દેવાયું હતું. આ સ્કીમમાં 10 લાખ ગુમાવનાર ગુમાવનારે બિલ્ડર અને તેના સાથીદારો સામે ફરિયાદ નોંધાવી છે.
સુભાનપુરા સૌરભ પાર્કમાં રહેતા અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન સુરતમાં નોકરી કરતા આકાશભાઈ ડાહ્યાભાઈ પટેલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ 2024માં ધંધા માટે દુકાન લેવાની હોઇ હું તથા મારા પિતા સિદ્ધેશ્વર પેરાફિલ્ડની સાઇટ પર તપાસ કરવા ગયા હતા. સાઇટની બુકિંગ ઓફિસમાં સેલ્સમેન જયેશ પામકે ભાગીદારી પેઢીના ભાગીદાર પ્રવિણભાઈ ભાદાભાઈ પાનસુરીયા સાથે મારી મુલાકાત કરાવી હતી. પ્રવિણભાઈએ 30.30 લાખમાં દુકાન આપવાનું નક્કી કરી ડિસેમ્બર-2026 સુધીમાં વેચાણ દસ્તાવેજ અને કબજો સોંપવાની ખાતરી આપી હતી. તેથી મેં ટોકન પેટે 51 હજાર રોકડા આપી બુકિંગ ફોર્મ ભર્યું હતું. અમે કુલ 10 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા.
જોકે, નાણાં ચૂકવ્યા બાદ પણ સાઇટ પર કોઈ જ કામકાજ શરૂ થયું ન હતું. સતત બહાનાબાજીથી શંકા જતાં મેં વધુ પેમેન્ટ બંધ કરી મારા 10 લાખ પરત માંગ્યા હતા. છેલ્લા એક વર્ષથી પ્રવિણભાઈએ મારો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું છે અને તેમના ઘરે પર તપાસ કરતાં મકાન પણ બંધ રહે છે. રેરાની મંજૂરી કે કોર્પોરેશનની રજાચિઠ્ઠી વિના સાઇટનું બોર્ડ મારી મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. બાપોદ પોલીસે મનિષ ભાદાભાઇ પાનસુરીયા, પ્રવિણ ભાદાભાઇ પાસુરીયા, કિશોર ભાદાભાઇ પાનસુરીયા તથા સુરેશ ભાદાભાઇ પાનસુરીયા (તમામ રહે.પ્રેમદર્શન ફ્લેટ, વેમાલી રોડ) સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.




