Baroda
જી.એસ.એફ.સી. ટાઉનશિપની વરસાદી કાંસમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો
By GS Team
21 Aug 20261 min read
વડોદરાના જી.એસ.એફ.સી. ટાઉનશિપમાં વિશ્વ મંદિર નજીક વરસાદી કાંસમાંથી એક અજાણ્યા પુરુષનો ડીકમ્પોઝ થયેલો મૃતદેહ મળતા ચકચાર મચી છે. મૃતકના મોઢા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. છાણી પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો છે. પોલીસે મૃતકની ઓળખ અને મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરાના જી.એસ.એફ.સી. ટાઉનશિપમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. વિશ્વ મંદિર પાસે આવેલા વરસાદી કાંસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોની જાણ બાદ છાણી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
પોલીસને મળેલો મૃતદેહ ડીકમ્પોઝ થયેલી હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે. મૃતકના મોઢા પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેના પગલે પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તેમજ મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે મૃતદેહને કબજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકની ઓળખ થયા બાદ તેના પરિવારજનો સુધી પહોંચવા અને સમગ્ર ઘટનાની કડી મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.