ભાજપના કાર્યકર્તાએ દારૂ પીધેલી હાલતમાં હિટ એન્ડ રન કર્યું હોવાનો આક્ષેપ: લારીવાળો ઘાયલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara: વડોદરા શહેરના મકરપુરા ongc પાસે ઉભી રહેતી લારીમાં ગઈકાલે રાત્રે વાહન ચાલકે ગફલત ભરી રીતે ચલાવી લારી સાથે અકસ્માત કરતા ઈંડાની લારી ચલાવતા ગરીબ વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી તેઓને સારવાર માટે 108ની મદદ લઈ તાત્કાલિક દવાખાને પહોંચાડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જનાર ભાજપનો કાર્યકર્તા હોવાનું બહાર આવ્યું છે.
વડોદરા શહેરમાં રોજબરોજ હિટ એન્ડ રનની ઘટના સામાન્ય બની ગઈ છે ગઈકાલે રાત્રે એક વાહન ચાલકે ફોરવીલર ગાડી ગફલત ભરી રીતે ચલાવીને મકરપુરા ongcના અને હજીરા વચ્ચે મુખ્ય રસ્તા પર રાત્રિના સમયે લારીઓ ઉભી રહે છે તેમાં અકસ્માત કર્યો હતો. જેને કારણે ઈંડાની લારી ચલાવતા વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી ઈજા પામેલા વ્યક્તિની દીકરીએ મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવાની કાર્યવાહી કરી છે અને તેમણે આક્ષેપ કર્યો છે કે અકસ્માત કર્યા પછી વાહન ચાલક ધમકી આપે છે અને તે પીધેલી હાલતમાં હતા આ અંગે તપાસમાં એવું બહાર આવ્યું છે કે અકસ્માત સર્જનાર વાહન ચાલક સમીર પટેલ છે અને તે ભાજપનો કાર્યકર્તા હોવાનું જાણવા મળે છે.









