વડોદરાના વોર્ડ નંબર-14માં ભાજપનું રાજકારણ ફરી ગરમાયું : પૂર્વ વોર્ડ પ્રમુખ દ્વારા ચાર દરવાજા વિસ્તારની કફોડી હાલતના મેસેજ વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara News : વડોદરામાં વોર્ડ નંબર-14ના પૂર્વ પ્રમુખ અને અન્ય કેટલાક પ્રમુખે ચાર દરવાજા વિસ્તારના કેટલાક ફોટા મુકી કફોડી હાલત થઈ ગઈ હોવાનો નિર્દેશ કર્યો છે.. લોકો ખોબે ખોબા ભરી મત આપે છે છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પડી નથી તેવા મેસેજ સોશિયલ મીડિયા પર ફરતા કરતા વોર્ડ નંબર-14ના ભાજપનું આંતરિક રાજકારણ ફરી ગરમાયું છે.
વોર્ડ નંબર-14ના ભાજપના પૂર્વ વોર્ડ પ્રમુખ અને હાલના શહેર કારોબારી સભ્યએ કમિશનર, વિધાનસભાના દંડક, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખને ઉદ્દેશી સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા કર્યા છે કે, ચાર દરવાજા વિસ્તારની આટલી કફોડી પરિસ્થિતિ ક્યારે પણ જોઇ નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓને ખોબે ખોબા ભરી મત આપવા છતાં કોઈપણ પક્ષ હોય કોઈને આ વિસ્તારની પડી નથી. છેલ્લા 20 વર્ષથી રોડ બન્યા નથી. ફૂટપાથની કામગીરી હલકી કક્ષાની થઈ છે.
વરસાદી પાણી જવાની વ્યવસ્થા બંધ થઇ ગઈ છે. પાણીની નવી લાઈન નાંખવા છતાં ગંદુ પાણી આવે છે. વિસ્તારમાં ડેન્ગ્યુ, સ્વાઈન ફૂલુના કેસો આવ્યા છે. વિસ્તારની ટ્રાફિક સમસ્યા વધી છે.
અત્રે યાદ આપવું જરૂરી છે કે, અગાઉ ભાજપના પૂર્વ કોર્પોરેટર, વોર્ડના અલગ અલગ કાર્યકર્તા દ્વારા વોર્ડ નંબર-14માં ગેરકાયદે બાંધકામો સહિત ટ્રાફિક સમસ્યા મુદ્દે અવારનવાર સોશિયલ મીડિયા પર મેસેજો વાયરલ કરતા રહ્યા હતા. જેથી વોર્ડ કક્ષાના વિવાદ વધ્યા છે.




