Baroda

દુમાડ ગામ પાસે ગાયના કારણે બાઇકસવાર પટકાયો

By GS Team
6 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. છેલ્લા 3 દિવસમાં 2 બાઇકસવાર ગાય આડે આવતા રોડ પર પટકાયા હતા. દુમાડ ગામ પાસેથી પસાર થતા અરુણ કિકોડ અને માંજલપુર જ્યુપિટર ચોકડી પાસેથી જતા અજય પુવારને ઇજા થતા સયાજી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ ઘટનાઓથી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દુમાડ ગામ પાસે ગાયના કારણે બાઇકસવાર પટકાયો

શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીથી વધી ગયો છે. ત્રણ દિવસમાં બે બાઇકસવાર રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત થયા છે. તેઓને હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
મળતી માહિતી મુજબ,આજવારોડ હરેકૃષ્ણ ટાઉનશિપમાં રહેતા અરૃણ ગૌતમભાઇ કિકોડ (ઉં.વ.૨૬) ગઇકાલે રાત્રે બાઇક લઇને દુમાડ ગામ પાસેથી જતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા અરૃણ રોડ પર પટકાતા ઇજા થઇ હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મકરપુરા જી.આઇ.ડી.સી. પાસે આર.કે. કોટિંગમાં રહેતો અજય રમેશભાઇ પુવાર બે દિવસ અગાઉ મોડીરાત્રે સાડા અગિયાર વાગ્યે બાઇક લઇને માંજલપુર જ્યુપિટર ચોકડી પાસેથી જતો હતો. તે દરમિયાન રસ્તા વચ્ચે ગાય આવી જતા તેને ઇજા થઇ હતી.