Baroda

રાણીયા પાસે ટેમ્પાએ ટક્કર મારતા સીકોતર માતાના દર્શને જતા બાઇક ચાલકનું મોત

By GS Team
22 Sep 20261 min read
TukuTouch Logo
સાવલી તાલુકાના રાણીયા ગામે સીકોતર માતાના દર્શને જતા 2 સાઢુભાઈઓને થ્રી-વ્હીલ ટેમ્પાએ ટક્કર મારી. આ ગમખ્વાર અકસ્માતમાં દિનેશ વસાવાનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે દૈવિક પટેલને ઈજા થતાં સારવાર હેઠળ છે. ભાદરવા પોલીસે ટેમ્પાચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાણીયા પાસે ટેમ્પાએ ટક્કર મારતા સીકોતર માતાના દર્શને જતા બાઇક ચાલકનું મોત

સાવલી તાલુકામાં સીકોતર માતાના દર્શને જતા બે સાઢુભાઇઓની બાઇકને સામેથી આવતા થ્રી વ્હીલ ટેમ્પાએ ટક્કર મારતા એક સાઢુભાઇનું મોત નિપજ્યું હતું જ્યારે અન્યને ઇજા થઇ હતી.
પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર જિલ્લાના બાલાશિનોર ખાતે કુંભારવાડા ટેકરી ખાતે રહેતા દૈવિક ભુલાભાઇ પટેલના દાદા સસરાનું મૃત્યુ થયું હોવાથી તેઓ પત્ની અને બે દીકરીઓ સાથે બેસણા તેમજ અન્ય વિધિમાં હાજરી આપવા માટે સાવલી તાલુકાના રાણીયા ગામે આવ્યા હતાં. તા.૨૦ના રોજ બેસણું પૂર્ણ થયા બાદ ગઇકાલે તા.૨૧ના રોજ પણ વિધિ હોવાથી તેઓ રાણીયા ગામે રોકાઇ ગયા હતાં.
દરમિયાન રાત્રે તેમના સાઢુભાઇ દીનેશ નરસિંહ વસાવાએ દૈવિકને મોક્સી ગામે સીકોતર માતાના મંદિરે દર્શન કરવા જઇએ તેમ કહેતા બંને સાઢુભાઇઓ બાઇક પર મંદિરે જવા માટે નીકળ્યા હતાં. બાઇક ગામની સીમમાંથી પસાર થતી હતી ત્યારે સામેથી પૂરપાટઝડપે આવતા એક થ્રી વ્હીલ ટેમ્પાના ચાલકે બાઇકને ટક્કર મારતા બંને રોડ પર ફંગોળાયા હતાં. દરમિયાન દૈવિકે ફોન કરતા ઘરના સભ્યો પણ સ્થળ પર દોડી આવ્યા હતા જ્યારે બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતા દીનેશ વસાવાનું મોત નિપજ્યું હોવાનું ડોક્ટરે જાહેર કર્યુ હતું જ્યારે દૈવીકને ઇજા થતા સારવાર હેઠળ છે. ભાદરવા પોલીસે ટેમ્પાચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.