Baroda
સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ પરેશાન
By GS Team
7 Sep 20261 min read
વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સંજયનગરના લાભાર્થીઓ આવતીકાલે વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરશે. વોર્ડ નંબર 14ના કોંગી મહિલા કાઉન્સિલરે કલેક્ટરને રજૂઆત કરી હતી. છેલ્લા બે વર્ષથી લાભાર્થીઓ આવાસ અને ભાડા માટે વલખાં મારી રહ્યા છે. વડાપ્રધાનની મુલાકાત દરમિયાન તેમને મળવા અને પ્રશ્નો રજૂ કરવા વ્યવસ્થા ગોઠવવા વિનંતી કરાઈ છે.
Summarized by AI; it may make mistakes. Check important info

સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ વડાપ્રધાન સમક્ષ એમના પડતર પ્રશ્નોની રજૂઆત કરવા મુલાકાત માગી છે.
વોર્ડ નંબર ૧૪ના કોંગી મહિલા કાઉન્સિલરે જિલ્લા કલેક્ટરને કરેલી રજૂઆત મુજબ, સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ આવાસ તથા છેલ્લા બે વર્ષથી ભાડા માટે વલખાં મારી રહ્યાં છે. આવતીકાલે વડાપ્રધાન વડોદરાની મુલાકાતે આવી રહ્યાં હોઈ લાભાર્થીઓ પોતાના પ્રશ્નો વડાપ્રધાન સમક્ષ રજૂ કરવા માગે છે, જેથી લાભાર્થીઓના પ્રતિનિધિમંડળને પ્રોટોકોલ મુજબ વડાપ્રધાન સમક્ષ રજૂઆત કરવા માટેની જરૃરી વ્યવસ્થા કરી આપવા રજૂઆતમાં જણાવાયું છે. તંત્ર તરફથી કાર્યવાહી કરીશું તેવું જણાવાયું છે.