Baroda

બરોડા બાસ્કેટબોલ લીગ : બરોડા રોયલ્સ અને બરોડા ફાલ્કન ચેમ્પિયન બની

By GS Team
5 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 4 દિવસથી ચાલતી બરોડા બાસ્કેટબોલ લીગ-સીઝન-3નું સમાપન થયું. ભારતીય બાસ્કેટબોલ ટીમના પૂર્વ કેપ્ટન દિશાંત શાહ દ્વારા આયોજિત આ લીગમાં 250થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પુરુષ વિભાગમાં બરોડા રોયલ્સ અને મહિલા વિભાગમાં બરોડા ફાલ્કન ચેમ્પિયન બન્યા. કુલ 16 મેચ રમાઈ, જેમાં ખેલાડીઓ અને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

બરોડા બાસ્કેટબોલ લીગ : બરોડા રોયલ્સ અને બરોડા ફાલ્કન ચેમ્પિયન બની

Baroda Basketball League : સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચાર દિવસથી ચાલી રહેલી બરોડા બાસ્કેટબોલ લીગ–સીઝન-3નું ગઈકાલે સમાપન થયું હતું. ચાર દિવસ દરમિયાન રમાયેલી રોમાંચક મેચોએ ખેલાડીઓ તેમજ બાસ્કેટબોલપ્રેમી પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
લીગનું આયોજન ભારતીય બાસ્કેટબોલ ટીમના પૂર્વ કેપ્ટન દિશાંત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે યોજાયેલી ખેલાડીઓની હરાજીમાં 250થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી પસંદગી પામેલા 120થી વધુ ખેલાડીઓએ લીગમાં પોતાની રમતનું પ્રદર્શન કર્યું હતું.
સમગ્ર સ્પર્ધા દરમિયાન કુલ 16 મેચ રમાઈ હતી. જેમાં પુરુષ વિભાગની 9 અને મહિલા વિભાગની 7 મેચનો સમાવેશ થયો હતો. દરેક મુકાબલામાં ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં ટુર્નામેન્ટમાં રોમાંચ જળવાઈ રહ્યો હતો.
પુરુષ વિભાગમાં બરોડા રોયલ્સ ટીમે શાનદાર રમત સાથે ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. બરોડા થન્ડર્સ રનર્સ-અપ રહી હતી, જ્યારે બરોડા બ્લાસ્ટર્સએ સેકન્ડ રનર્સ-અપનું સ્થાન મેળવ્યું હતું.
મહિલા વિભાગમાં બરોડા ફાલ્કન ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને વિજેતા ટ્રોફી જીતી હતી. જ્યારે બરોડા બોલ્ડ ટીમ રનર્સ-અપ રહી હતી. ચાર દિવસ સુધી ચાલેલી લીગના સફળ સમાપન સાથે ખેલાડીઓમાં સ્પર્ધાત્મક રમતને પ્રોત્સાહન મળ્યું હતું.