Baroda

આજે બેન્ક કર્મચારીઓની હડતાળ, શહેરમાં 800 જેટલી બ્રાન્ચોમાં આજે કામગીરી ખોરવાઈ જશે

By GS Team
10 Sep 20261 min read
TukuTouch Logo
યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કોમાં 11 સપ્ટેમ્બર, શુક્રવારે હડતાળનું એલાન અપાયું છે. વડોદરા શહેરની 800 જેટલી બ્રાન્ચોમાં 8000 કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરશે. દેશભરમાં 8 લાખ કર્મચારીઓ જોડાશે. શનિ-રવિ રજા, જૂની પેન્શન યોજના સહિતની માંગણીઓ ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી ઉચ્ચારાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે બેન્ક કર્મચારીઓની હડતાળ, શહેરમાં 800 જેટલી બ્રાન્ચોમાં આજે કામગીરી ખોરવાઈ જશે

જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારી સંગઠનોના સંયુક્તપણે બનેલા સંગઠન યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા જાહેર ક્ષેત્રની બેન્કોમાં તા.૧૧ સપ્ટેમ્બર, શુક્રવારના રોજ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.જેના કારણે વડોદરા શહેરની વિવિધ જાહેર ક્ષેત્રની બેન્કોની ૮૦૦ જેટલી બ્રાન્ચોમાં કામગીરી ઠપ થઈ જશે.
સંગઠનના વડોદરા સ્થિત આગેવાનોનું કહેવું છે કે, ૮૦૦૦ જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ હડતાળ પર ઉતરશે અને તેના કારણે કોઈ પણ કામગીરી નહીં થાય.આખા દેશમાં આઠ લાખ કર્મચારીઓ હડતાળ પર જશે.જો સરકાર કર્મચારીઓની માગણીઓનો હકારાત્મક પ્રતિભાવ નહીં આપે તો બેન્ક કર્મચારીઓ વધુ ત્રણ દિવસની હડતાળ પર જશે અને જરુર પડે તો અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામશે.
કર્મચારી સંગઠનો પાંચ દિવસના સપ્તાહની અને શનિવાર તેમજ રવિવારની રજાની માગણી કરી રહ્યા છે.તેની સાથે સાથે જૂની પેન્શન યોજના, ગ્રેજ્યુઈટીની મર્યાદામાં સુધારા, પેન્શન અપગ્રેડેશન સહિતની પણ માગણીઓ કરી રહ્યા છે.સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ હવે કર્મચારીઓ એક દિવસ માટે હડતાળ પર જઈ રહ્યા છે તેમ સંયોજક ડી એલ વ્યાસનું કહેવું છે.