બીટકોઈનમાં રોકાણના બહાને બેંગ્લોરના ભેજાબાજે 11.71 લાખ પડાવી લીધા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fraud Case : વડોદરામા મકરપુરાની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા નીલકંઠ રંગરાવ મોરે ખાનગી નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે વર્ષ 2023 માં માંજલપુર કાર રીપેરીંગ તેમજ કાર વોશિંગનો ધંધો ચલાવતો હતો. એ દરમિયાન જોસેફ બાબરભાઇ સેમ્યુઅલ પરમાર (રહે-બેંગલોર) તેમની કાર લઈને ગેરેજમાં અવારનવાર આવતા હોય મારો પરિચય થયો હતો. જોસેફે મને લાલચ આપતા જણાવ્યું હતું કે, ગેરેજમાં તમને શું મળે છે હું બીટકોઈનું કામ કરું છું તમે રોકાણ કરીને મારી પાસેથી બીટકોઈન ખરીદ કરો બહુ મોટો નફો મળશે તમારી દીકરીના લગ્ન સારી રીતે થઈ જશે અને તમે પણ સારું મકાન ખરીદી શકશો.
તેની વાતોમાં આવીને મેં ખરીદવાનું નક્કી કર્યું હતું. મેં કુલ રૂ.11.71 લાખ રૂપિયા તેને ટ્રાન્સફર કર્યા હતા. બીટકોઈન માંગતા તે આપતો ન હતો અને બીટકોઈનની ફી ભરવા માટે વધુ પૈસા માગતો હતો. ત્યારબાદ તેને મને એવી પણ ધમકી આપી હતી કે હું મુંબઈ હાઇકોર્ટનો કેસ કરીને તમને ફસાવી દઈશ ત્યારબાદ તારીખ 14-7-2025 ના રોજ તેને મેસેજ કરીને જણાવ્યું કે બીટકોઈનની કસ્ટડી તથા વીમા ફી નહીં ચૂકવો તો તમારા કે તમારા પરિવારનો બીટકોઈન પર કોઈ હક રહેશે નહીં અને વધુ રૂપિયાની માંગણી કરી હતી. ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે જોસેફે વડોદરામાંથી ઘણા લોકો પાસેથી બીટકોઈનમાં રોકાણના બહાને રૂપિયા પડાવીને છેતરપિંડી કરી છે.









