Baroda

ખાટલા પર બેસીને નાસ્તો કરવા જેવી બાબતે તકરાર થતાં ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
ગોરવા વિસ્તારમાં નજીવી બાબતે યુવક પર હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર સામે ગુનો નોંધાયો છે. દાહોદના રણજીત પારગીએ ફરિયાદ નોંધાવી કે, તાંદળજા પત્રકાર કોલોની પાસે તેમના ભાઈ મહેશ ઉર્ફે અલ્કેશ પારગી અને મુકેશ ઉર્ફે મુખી દંતાણી વચ્ચે ખાટલા પર બેસી નાસ્તો કરવા બાબતે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા મુકેશે મહેશના પેટમાં ચપ્પુના ઘા ઝીંકી ફરાર થઈ ગયો. ઘાયલ મહેશને સારવાર અર્થે દાખલ કરાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખાટલા પર બેસીને નાસ્તો કરવા જેવી બાબતે તકરાર થતાં ચપ્પુના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

ગોરવા વિસ્તારમાં નજીવી બાબતે એક યુવક સાથે તકરાર કરી હત્યાનો પ્રયાસ કરનાર હુમલાખોર સામે ગોરવા પોલીસે ગુનો નોંધ્યો છે.
દાહોદના વતની રણજીત પારગીએ પોલીસને કહ્યું છે કે,હાલમાં હું તાંદળજા પત્રકાર કોલોની ચાર રસ્તા વિસ્તારમાં નવી બંધાતી સાઇટ ખાતે રહું છું.મારા મોટાભાઇ મહેશ ઉર્ફે અલ્કેશ પારગી અને મુકેશ ઉર્ફે મુખી ચીમનભાઇ દંતાણી(સમતા ગ્રાઉન્ડ પાસે, સુભાનપુરા) વચ્ચે ગઇસાંજે ખાટલા પર બેસી નાસ્તો કરવા બાબતે બોલાચાલી થઇ હતી.
ત્યારબાદ ઉશ્કેરાયેલા મુકેશે મારા ભાઇને ગાળો ભાંડી પેટમાં ચપ્પુના ઘા ઝીંક્યા હતા.હુમલાખોર ફરાર થઇ જતાં મારા ભાઇને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.એસસીએસટી સેલના એસીપીએ આ બનાવની તપાસ હાથ ધરી છે.