તરસાલી-સોમનાથ રોડ પર ડામર ઓગળતા વાહનચાલકો-રાહદારીઓ પરેશાન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના તરસાલી-સોમનાથ રોડ પર માર્ગની કામગીરી બાદ ડામર યોગ્ય રીતે બેસાડવામાં નહીં આવ્યો હોવાના આક્ષેપ વચ્ચે તડકામાં ડામર ઓગળવા લાગતાં વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન બન્યા છે. માર્ગ પર ડામર ઓગળતા વાહન ચલાવવું તેમજ પગપાળા પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે.
તડકામાં રસ્તા પરનો ડામર ઓગળીને ચીકણો થઈ રહ્યો છે. જેના કારણે વાહનોના પૈડાં પણ સરકવાની સ્થિતિ સર્જાઈ રહી છે. બીજી તરફ પગપાળા પસાર થતા લોકોના ચપ્પલ ડામરમાં ચોંટી જતાં ચપ્પલ તૂટી જવાના બનાવો પણ બન્યા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, માર્ગ પર ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ જરૂરી ધોરણ મુજબની કામગીરી કરવામાં આવી નહીં હોવાના કારણે હવે તડકામાં ડામર ઓગળવાની સમસ્યા ઊભી થઈ છે. રસ્તાની આ સ્થિતિને કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
રસ્તાની કામગીરીમાં ગુણવત્તા જાળવવામાં આવી હતી કે નહીં તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ માર્ગની હાલની સ્થિતિને લઈને કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કર્યા છે.




