Baroda

સહકારી ક્ષેત્રે ભાજપના મેન્ડેટના નામે મનમાની અને હેરાનગતિ,પાદરા અને કરજણ APMCમાં ચેરમેનની નિયુક્તિ ઘોંચમાં

By GS Team
15 Sep 20262 mins read
TukuTouch Logo
ભાજપની સહકારી ક્ષેત્રે મેન્ડેટ પ્રથાથી આંતરિક અસંતોષ વ્યાપક બન્યો છે. વડોદરા જિલ્લામાં પાદરા APMCમાં 2025માં ચૂંટણી યોજાઈ, જેમાં પૂર્વ ધારાસભ્ય દિનુમામાના જૂથના 10 ડિરેક્ટરો ચૂંટાયા, છતાં 11 મહિનાથી ચેરમેન-વાઇસ ચેરમેનની ચૂંટણી અટકી પડી છે. કરજણ APMCમાં પણ 6 મહિનાથી ચૂંટણી ન થતાં કાર્યકરોમાં રોષ છે. ચોક્કસ વ્યક્તિને ચેરમેન બનાવવામાં વિઘ્નો ઊભા થતાં હોવાની ચર્ચા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સહકારી ક્ષેત્રે ભાજપના મેન્ડેટના નામે મનમાની અને હેરાનગતિ,પાદરા અને કરજણ APMCમાં ચેરમેનની નિયુક્તિ ઘોંચમાં

સહકારી ક્ષેત્રે પ્રભુત્વ જમાવવા માટે ભાજપે શરૃ કરેલી મેન્ડેટ પ્રથા માથાનો દુઃખાવો બની હોવાના રાજ્યમાં અનેક કિસ્સા ચર્ચાનો વિષય બન્યા છે.મેન્ડેટના નામે કેટલાક નેતાઓ મનગમતાને હોદ્દા અપાવવાના ખેલ પાડી રહ્યા હોવાથી અને મેન્ડેટને નહિ માનનારાઓની બળવાખોરોમાં ગણતરી કરીને દ્વેષ રાખવામાં આવતો હોવાથી હવે ભાજપમાં જ અસંતોષનો ચરૃ ઉકળવા માંડયો છે.વડોદરા જિલ્લો પણ ભાજપની આવી આંતરિક જૂથ બંધીથી બાકાત રહ્યો નથી.
વડોદરા જિલ્લામાં પાદરા તાલુકાની બજાર સમિતિ(એપીએમસી)માં ઓક્ટોબર-૨૦૨૫માં ચૂંટણી થઇ હતી.જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનુમામાના જૂથે તેમની પેનલ જાહેર કરી મેન્ડેટની માગણી કરી હતી.પરંતુ સામે ભાજપના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ તૈયાર કરેલી પેનલને પક્ષે મેન્ડેટ આપ્યો હતો.પરિણામે દિનુમામા જૂથના તમામ ૧૦ ડિરેક્ટરો ચૂંટાયા હતા.
જો કે ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર કરાતી નથી.જેથી બહુમતી સાથે ચૂંટાયા હોવા છતાં તમામ ડિરેક્ટરો ૧૧ મહિનાથી માત્ર નામના ડિરેક્ટર બની રહ્યા છે.
આવી જ સ્થિતિ કરજણ એપીએમસીની છે.જેમાં પાંચ વર્ષની ટર્મમાંથી અઢી વર્ષની ટર્મ પુરી જતાં ચેરમેન-વાઇસ ચેરમેનની બીજી અઢી વર્ષની ટર્મ માટે છ મહિનાથી ચૂંટણી યોજાતી નથી.કાર્યકરોમાં એવી ચર્ચા છે કે, ચોક્કસ વ્યક્તિને ચેરમેન બનાવવાની સામે બળવો થાય તેવી સ્થિતિ હોવાતી પક્ષના સ્થાનિક મોવડીઓ ચેરમેનની ચૂંટણીમાં વિધ્નો ઉભા કરી રહ્યા છે.ગઇ તા.૨૦ મી જુલાઇએ ચૂંટણી જાહેર પણ થઇ હતી.પરંતુ દસ મિનિટ પહેલાં જ જિલ્લા રજિસ્ટ્રારે તેઓ પારિવારિક કારણસર આવી શકે તેમ નહિ હોવાથી ચૂંટણી તાત્કાલિક મુલતવી રાખવાનો આદેશ આપ્યો હતો.