Baroda

જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને વેચી દીધી

By GS Team
23 Aug 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ઇન્દુલાલ યાજ્ઞિાક ટ્રસ્ટની ₹1 લાખની જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી ગુમ થતાં ચકચાર મચી છે. હરણી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ટ્રસ્ટના અરવિંદભાઈ પંડ્યાએ જણાવ્યું કે, કીર્તિમંદિરના કાર્યક્રમ બાદ અભય આર્કોન ફ્લેટમાં રાખેલી ખુરશી સિક્યુરિટી જવાને વેચી દીધી હતી. સિક્યુરિટી ગાર્ડ મનોજ ખાતુભાઈ વણકરે કબૂલ્યું કે તેણે ખુરશી વેચી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને વેચી દીધી

જર્મન સિલ્વરની એન્ટિક ખુરશી સિક્યુરિટી જવાને બારોબાર વેચી દેતા આ અંગે હરણી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
કારેલીબાગ બાલભવનની બાજુમાં શીલ રેસિડેન્સીમાં રહેતા અને છાણીના ઇન્દુલાલ યાજ્ઞિાક ટ્રસ્ટમાં સમાજ સેવા કરતા અરવિંદભાઇ મોરારભાઇ પંડયાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૨-૦૪-૨૦૨૬ ના રોજ અમારા ટ્રસ્ટ દ્વારા કીર્તિમંદિર ખાતે કાર્યક્રમ હતો. અમારા ટ્રસ્ટે વર્ષ - ૨૦૧૯ માં નવાબજારની એક દુકાનમાંથી ૧ લાખમાં જર્મન સિલ્વરની એક ખુરશી ખરીદી હતી. તે ખુરશી પણ ઉપરોક્ત કાર્યક્રમમાં લાવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી અમે અભય આર્કોન ફ્લેટમાં સામાન મૂકવાનો હોઇ ત્યાં સામાન લઇ ગયા હતા. ખુરશી સહિતનો અન્ય સામાન નીચે મૂકી સિક્યુરિટી જવાનનું ધ્યાન દોરી અમે અમારા ઘરે જતા રહ્યા હતા. બે દિવસ પછી હું ખુરશી અને અન્ય સામાન માટે મજૂર લઇને આવતા ખુરશી ગાયબ હતી. સિક્યુરિટી જવાન મનોજ ખાતુભાઇ વણકર (રહે. આશીર્વાદ ફ્લેટ, સમા) એ આ ખુરશી વેચી દીધી હોવાની કબૂલાત કરી પૈસા આપી દેવાનું કહ્યુંહતુ. પરંતુ,તેમણે આજદિન સુધી પૈસા આપ્યા નથી.