Baroda

ફતેગંજ બ્રિજ પર વધુ એક અકસ્માત ચાર વાહનો ભટકાતા ચક્કાજામ

By GS Team
15 Jul 20261 min read
TukuTouch Logo
વડોદરાના ફતેગંજ બ્રિજ પર આજે વરસાદી માહોલ વચ્ચે 4 કાર અને 1 બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ ચાલકે બ્રેક મારતા પાછળની 4 કાર એકબીજા સાથે અથડાઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વાહનોને નુકસાન થયું હતું. આ બનાવને પગલે બ્રિજ પર ટ્રાફિક જામ થતા ફતેગંજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ફતેગંજ બ્રિજ પર વધુ એક અકસ્માત ચાર વાહનો ભટકાતા ચક્કાજામ

Vadodara Accident : વડોદરાના ફતેગંજ બ્રિજ ઉપર અવારનવાર અકસ્માતોના બનાવ બનતા હોય છે અને તેને કારણે ટ્રાફિકજામ થવાથી પોલીસને દોડધામ કરવી પડતી હોય છે. આજે અકસ્માતનો વધુ એક બનાવ બનતા વાહનચાલકો અટવાયા હતા.
વડોદરામાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તે દરમિયાન ફતેગંજ બ્રિજ ઉપર વરસાદને કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો. વાહનો ધીમી ગતિએ પસાર થતા હતા ત્યારે એક બસ ચાલકે બ્રેક મારતા તેની પાછળ એક પછી એક ચાર કાર ભટકાઈ હતી.
અકસ્માત થવાને કારણે તેમ જ કાચને નુકસાન થયું હતું, જ્યારે કોઈ જાનહાની થઈ ન હતી. આ બનાવ બાદ બ્રિજ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને ફતેગંજ પોલીસે વાહન વ્યવહાર રાબેતા મુજબ કરવાની તજવીજ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, એક સપ્તાહ પહેલા ફતેગંજ બ્રિજ પર ટ્રાફિક જામ થતાં મહારાષ્ટ્ર પાસિંગની એક બસની બ્રેક ફેલ થવાથી બસ પાર્ક થયેલા વાહનોમાં ઘૂસી ગઈ હતી અને ચાર વાહનને નુકસાન થયું હતું. જ્યારે તે પહેલા પણ વારંવાર અકસ્માતમાં બનાવો બન્યા હતા.