Baroda

વડોદરાનું વધુ એક ઇન્વેસ્ટર ફસાયા, 76 લાખ સામે 10 કરોડનો ફાયદો બતાવી લાખોનો ચૂનો ચોપડયો

By GS Team
8 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરામાં ઓનલાઇન રોકાણના નામે વધુ એક છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ગોત્રીના નિવૃત્ત નંદકિશોર અગ્રવાલને વોટ્સએપ ગ્રુપ દ્વારા રોકાણની લાલચ આપી, SEBIના નકલી દસ્તાવેજો બતાવી વિશ્વાસમાં લીધા હતા. તેમણે તબક્કાવાર કુલ 76 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, તેમને માત્ર 6 લાખ જ પાછા મળ્યા. ઓનલાઇન એકાઉન્ટમાં 10 કરોડથી વધુનું બેલેન્સ દેખાતું હોવા છતાં, તે ઉપાડી ન શકતા છેતરાયાનો અહેસાસ થતા સાયબર સેલમાં ફરિયાદ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાનું વધુ એક ઇન્વેસ્ટર ફસાયા, 76 લાખ સામે 10 કરોડનો ફાયદો બતાવી લાખોનો ચૂનો ચોપડયો

Vadodara Fraud Case : ઓનલાઇન ઠગાઈના કેસોમાં ઇન્વેસ્ટમેન્ટના નામે સૌથી વધુ છેતરપિંડીના બનાવો બનતા હોવા છતાં ઠગો આસાનીથી ફાવી રહ્યા છે. વડોદરાના વધુ એક ઇન્વેસ્ટરે આવી રીતે રૂ.70 લાખ ગુમાવી દીધા છે.
ગોત્રી વિસ્તારના તીર્થ ડુપ્લેક્સમાં રહેતા અને ખાનગી કંપનીમાંથી નિવૃત્ત થયેલા નંદકિશોર અગ્રવાલે પોલીસને કહ્યું છે કે ગઈ તા.14મી જુલાઈએ મને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. જેમાં રોકાણને લગતી ટિપ્સ આપવામાં આવતી હતી.
ત્યારબાદ ત્રણ દિવસમાં મને વીઆઈપી ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો જેમાં મારે રજીસ્ટ્રેશન કરાવવાનું હતું. ત્યાર પછી પણ મને અન્ય એક ગ્રુપમાં જોઈન્ટ કરવામાં આવ્યો હતો અને ઇન્વેસ્ટમેન્ટ માટે લોભામણી સ્કીમ બતાવવામાં આવતી હતી. મેં 10000 નું રોકાણ કર્યું હતું અને પછી શંકા જતા રકમને ફરી ઉપાડી લીધી હતી.
ઇન્વેસ્ટમેન્ટ કરાવનાર ઠગોએ મને સેબીના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા હતા જેથી મને વિશ્વાસ બેસતા તબક્કાવાર કુલ રૂ.76 લાખનું રોકાણ કર્યું હતું. જેની સામે મને 6 લાખ રૂપિયા પરત મળ્યા હતા. મારી રોકાણ કરેલી રકમની સામે મારા ઓનલાઈન એકાઉન્ટમાં 10 કરોડથી વધુ બેલેન્સ દેખાતું હતું. પરંતુ આ રકમ ઉપાડી શકાતી ન હતી. જેથી શંકા જતા સાયબર સેલને જાણ કરી હતી.