અન્ય યુવતી સાથેના સંબંધો અંગે ઝઘડો થતા રંગીલા સ્વભાવનો વૃધ્ધ કેરટેકર યુવતી પાછળ તલવાર લઈને દોડ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Crime : વડોદરા જિલ્લાના એક ગામમાં 22 વર્ષની યુવતી રાત્રિના સમયે વૃધ્ધ પ્રેમીના ફાર્મ હાઉસમાં ફસાયા બાદ આખરે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ આ યુવતી 62 વર્ષના વૃધ્ધના ઘરે 2 વર્ષથી કેર ટેકરનું કામ કરે છે અને બે વર્ષથી વૃદ્ધ સાથે પ્રેમસંબંધ પણ હતો. યુવતીને અચાનક ઘરે કામ આવતા રજા મૂકીને ઘરે ગઈ હતી. આ સમય દરમિયાન વૃધ્ધ અન્ય યુવતીને પોતાના ઘેર બોલાવતો હતો. વૃધ્ધે ત્રણ વખત અન્ય યુવતીને ઘેર બોલાવી તેને મોટી રકમ આપી હતી.
ઘેરથી પરત આવેલી યુવતીને વૃધ્ધના અન્ય યુવતી સાથેના સંબંધની જાણ થઈ ત્યારે બંને વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. દરમિયાન વૃધ્ધ યુવતીને તેના ફાર્મ હાઉસમાં લઈ જઈ ફરી દારૂ પીને ઝઘડો કર્યો હતો. રાત્રિના સમયે યુવતીનું પર્સ લઈ તેની પાછળ તલવાર લઈને વૃધ્ધ મારવા દોડ્યો હતો. જંગલ વિસ્તાર હોવાથી યુવતી અંધારામાં પોતાનો જીવ બચાવવા સંતાઈ જતા વૃધ્ધે આખા ઘર અને બહારની લાઈટો બંધ કરી દીધી હતી.
જંગલ વિસ્તાર હોવાથી ખૂબ જ ડરી ગયેલી યુવતી બારીનો સહારો લઈ ઘર પર ચડીને બેસી ગયા બાદ તેને પોલીસને જાણ કરતા અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી અને યુવતીનું રેસ્ક્યુ કરી તેને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી માટે મોકલી હતી.




