વીજ લાઈન પર સમારકામ કરતા કર્મચારીને કરંટ લાગ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વીજ લાઈનો પર કામ કરતા કર્મચારીઓની સલામતી અંગે સરકારી વીજ કંપનીઓના સંગઠને તાજેતરમાં જ ચિંતા વ્યક્ત કરતી રજૂઆત કર્યાના ગણતરીના દિવસોમાં જ આજે શહેરના સમા સાવલી રોડ પર અકસ્માત સર્જાયો હતો.
મળતી જાણકારી પ્રમાણે મધ્ય ગુજરાત વીજ કંપનીમાં ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતા મહેશ ભાઈ રાઠોડ સમા સાવલી રોડ પર વીજ લાઈન પર ફોલ્ટ રિપેરિંગ કરવા માટે ચઢયા હતા ત્યારે અચાનક જ તેમને કરંટ લાગ્યો હતો.વીજ થાંભલા પર જ ઢળી પડેલા કર્મચારીને ઉતારવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી.જેમ તેમ કરીને તેમને નીચે ઉતારીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે.
સામાન્ય રીતે વીજ કર્મચારીઓ લાઈન પર કામ કરતા હોય ત્યારે વીજ પ્રવાહ બંધ રાખવામાં આવતો હોય છે ત્યારે આજે કર્મચારી કામ કરતા હતા ત્યારે અચાનક કઈ રીતે લાઈનમાં વીજ પ્રવાહ શરુ થયો તેની તપાસ અધિકારીઓએ શરુ કરી છે.આ ઘટનાના પગલે વીજ કંપનીના ટેકનિકલ સ્ટાફમાં પણ આઘાતની લાગણી જોવા મળી હતી.









