GSFC કંપનીની દુર્ઘટનામાં કર્મચારીનું પણ મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જી.એસ.એફ.સી.માં યુરિયા પ્લાન્ટની ટેન્કમાં કાર્બન ડાયોક્સાઇડ લિકેજ થતા તેનીકામગીરી માટે ઉતરેલા કર્મચારીનું ૧૦ દિવસની સારવાર પછી મોત થયું છે. અગાઉ સુપરવાઇઝરનું મોત થયું હતું.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જી.એસ.એફ.સી. કંપનીમાં યુરિયા પ્લાન્ટમાં આવેલી વિશાળ ટેન્ક અને પાઇપ લાઈનમાં કાર્બન ડાયોક્સાઇડ ગેસનું લિકેજ હોઇ ગત ૭ મી તારીખે સવારે મેન્ટેનન્સનું કામ ચાલતું હતું. લિકેજ બંધ કરવા ટેન્કમાં પહેલા કર્મચારી કેયૂર બિપીનભાઇ પરમાર, ઉં.વ.૨૮ (રહે.લીમડીવાળુ ફળિયું, કોયલી) અંદર ઉતર્યા હતા. પરંતુ, ગેસની અસરના કારણે તેઓ બેહોશ જેવા થઇ જતા તેઓને બચાવવા માટે સુપરવાઇઝર ઘનશ્યામભાઇ ચિમનભાઇ ગોહિલ (રહે. બાજવા ગામ) અંદર ઉતર્યા હતા. સુપરવાઇઝરનું મોત થયું હતું.જ્યારે કેયૂર પરમારની હાલત ગંભીર હોઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગઇકાલે સાંજ ેતેઓનું મોત થયું છે.જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




