Baroda

મુંબઇના દાદરના મકાનને ટાર્ગેટ કરનાર વડોદરાની ચોર ટોળકીનો સાગરીત પકડાયો

By GS Team
29 Sep 20261 min read
TukuTouch Logo
મુંબઈ પોલીસે દાદર ખાતેના બંધ મકાનમાંથી થયેલી ચોરીનો ભેદ ઉકેલી, વડોદરાની ગેંગનો પર્દાફાશ કર્યો છે. એલસીબી ઝોન-4ની ટીમે વોન્ટેડ આરોપી વિકી વિજયભાઈ ગોદડીયાને ચાંપાનેર દરવાજા પાસેથી ઝડપી પાડ્યો. તેની પાસેથી સ્કૂટર, મોબાઈલ અને રોકડા ₹28600 જપ્ત કરાયા. વિકી સામે વડોદરામાં અગાઉ 4 ગુના નોંધાયા હતા. વડોદરા પોલીસે તેને મુંબઈ પોલીસને સોંપ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇના દાદરના મકાનને ટાર્ગેટ કરનાર વડોદરાની ચોર ટોળકીનો સાગરીત  પકડાયો


મુંબઇના દાદર ખાતે તાજેતરમાં એક મકાનમાંથી ચોરીના બનેલા બનાવમાં મુંબઇ પોલીસે વડોદરાની ગેંગનો પર્દાફાશ કર્યો છે.

દાદરના બંધ મકાનમાં હાથફેરો કરનાર વડોદરાની ગેંગના બે સાગરીત અગાઉ પકડાઇ ગયા બાદ વોન્ટેડ આરોપી વિકી વિજયભાઇ ગોદડીયા(મહાનગર,ડભોઇ રોડ)ને એલસીબી ઝોન-૪ની ટીમે ચાંપાનેર દરવાજા પાસેથી ઝડપી પાડી સ્કૂટર,મોબાઇલ અને રોકડા રૃ.૨૮૬૦૦ કબજે કર્યા હતા.વિકી સામે અગાઉ પણ વડોદરામાં વાડી અને પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયા હતા.વડોદરા પોલીસે આરોપીને મુંબઇ પોલીસને સોંપ્યો છે.