Baroda

ટેન્સાઈલ સ્ટીલ કંપનીના કેસમાં અમિત એમ. શાહ ચાર દિવસના રિમાન્ડ પર

By GS Team
12 Sep 20262 mins read
TukuTouch Logo
માંજલપુરની ટેન્સાઈલ સ્ટીલ કંપનીમાં 123 કરોડની છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પીએચસી બિલ્ડકોન અને પદ્માવતી બિલ્ડકોન પ્રા.લિ.ના ડાયરેક્ટર અમિત મુકેશ શાહ (રહે. અલકાપુરી)ની ધરપકડ કરી, કોર્ટ પાસેથી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. સંજયકુમાર પટેલની ફરિયાદ મુજબ, શાહે ખોટી રીતે કંપનીના ડિરેક્ટર તરીકે રજૂઆત કરી જમીન ₹1 લાખના માસિક ભાડે આપી હતી. આ કેસમાં અગાઉ 5 આરોપીઓની ધરપકડ થઈ છે, જ્યારે ભાવેશ અમીન ફરાર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટેન્સાઈલ સ્ટીલ કંપનીના કેસમાં અમિત એમ. શાહ ચાર દિવસના રિમાન્ડ પર

માંજલપુરની ટેન્સાઈલ સ્ટીલ કંપનીમાં ફરિયાદીની ૧૨૩ કરોડની રકમ ડૂબાડવા તેમજ તમામ હકો છીનવાય જાય તેવો લીઝ કરાર કરવાના છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે પીએચસી બિલ્ડકોન પ્રા.લિ અને પદ્માવતી બિલ્ડકોન પ્રા.લિ.ના ડાયરેક્ટર અમિત મુકેશ શાહ (રહે.કુંજ સોસાયટી,અલકાપુરી)ની આજે ધરપકડ કરી કોર્ટ પાસેથી એના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

જાંબુવા ગામે રહેતા ૫૪ વર્ષના સંજયકુમાર પટેલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે માંજલપુરગામ ખાતેની જમીન ગુજરાત સરકારે  ટેન્સાઈલ સ્ટીલ લિ.ને શરતોને અધીન ફાળવી છે. વર્ષ ૨૦૨૪માં અમિત મુકેશ શાહ અને ભાવેશ અમીન દ્વારા માંજલપુરની જમીનમાં ભવિષ્યમાં કરોડોના નફાની વાતો કરી કહ્યું હતું કે કંપનીને બચાવવા પોતે જરૃરી રોકાણ કરે તો કંપનીની પુનઃરચના કરી કંપનીની સત્તાઓ એમના હિતમાં કરાશે એવો ભરોસો આપ્યો હતો.

ત્યારબાદ સંજયકુમારે લેણદારોને રૃા.૧,૨૩,૮૪,૧૩,૦૦૦ રકમ ચૂકવી કંપનીનો પદભાર સંભાળ્યો હતો. અમિત શાહે કંપનીના ડાયરેક્ટર પદેથી વર્ષ ૨૦૨૬માં રાજીનામું આપી દીધું હોવા છતાં પોતે ટેન્સાઈલ કંપનીના ડિરેક્ટર હોવાનું ખોટું પ્રતિનિધિત્વ કરી કંપનીના કરોબારમાં હસ્તક્ષેપ કરી ગેરસમજ ઊભી કરી હતી. ગત્ મે,૨૦૨૫માં કંપનીની જમીનમાં જૈમિન ગાંધી તથા ૨૫ અજાણ્યા શખ્સોએ સંજય પટેલને કહ્યું કે અમારા માલિક ભાવેશ અમીન અને તેની કંપની શ્રીમ કન્સ્ટ્રક્શન પ્રા.લિ.ને કાયમી ધોરણે ભાડા પટ્ટે લીઝ ડીડ ટેન્સાઈલ સ્ટીલ કંપનીએ કરી આપેલ છે અને આ જમીનનો કબજો લેવા માટે અમે આવ્યા છીએ.

ઉક્ત ફરિયાદના આધારે ક્રાઈમ બ્રાન્ચે ગત્ ૧૧ જૂને ૮ જણા સામે ગુનો નોંધ્યો હતો.

આ ગુનામાં ભાવેશ અમીન હજુ ફરાર છે

પોલીસે આ ગુનામાં અગાઉ કિશોર સુરતવાલા (રહે.અમિતનગર સર્કલ પાસે), નરેશ રાણા (રહે.ફતેગંજ), મહેશ પટેલ(રહે.પાદરા) , ભૂમિષ્ઠ મકવાણા (રહે.અમદાવાદ) અને જૈમિન ગાંધી (રહે.અકોટા)ની ધરપકડ કરી છે, જ્યારે ભાવેશ અમીન (રહે.અમદાવાદ) ફરાર છે.

કંપનીની જમીન માત્ર રૃા.એક લાખના ભાડા પટ્ટે આપી

ફરિયાદ મુજબ, ભાવેશ અમીન સમગ્ર હકીકતથી વાકેફ હોવા છતાં કંપનીના ડાયરેક્ટર તરીકેની ખોટી ઓળખ ઊભી કરી તથા કંપનીના ડાયરેક્ટર તરીકે કિશોર સુરતવાળા અને સુરેશ રાજપૂતની સહીઓ કરાવી બોગસ ઠરાવ વડે ટેન્સાઈલ કંપનીની સર્વેનંબર ૪૨૮/૧૧ ના એફ.પી.૧૫૦ વાળી મિલકત ભાવેશ અમીન માટે કાયમી માટે લીઝ ડીડ તૈયાર કરી, કંપનીની કિંમતી જમીન માત્ર રૃા.એક લાખના માસિક ભાડા પટ્ટે આપી હતી.

પોલીસ કંપનીના રેકોર્ડસ્ સહિતના પુરાવા એકત્ર કરશે

અમિત એમ.શાહ સામે ગોત્રી પોલીસ સ્ટેશન અને ક્રાઈમ બ્રાન્ચ ખાતે વિશ્વાસઘાત અને ઠગાઈના ગુના નોંધાયા છે. પાલીસે બનાવટી ઓથોરિટી લેટર , બનાવટી સીલ, ઈલેક્ટ્રિક ઉપકરણો,કંપનીના રેકોર્ડસ કબજે કરવા તેમજ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કરવાના  હેતુથી આરોપીના કોર્ટ પાસેથી ૧૬મી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મેળવ્યા છ