હોર્ડિંગ્સ મામલે કોર્પોરેશન સામે વહાલા -દવલાની નીતિના આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેરના દાંડિયા બજાર ચાર રસ્તા પર શ્રીજી પર્વને લઈ સામાજિક કાર્યકર સહિતના લોકો દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ મ્યુનિ. કોર્પોરેશનની ટીમ દ્વારા ગઈકાલે દૂર કરાતા વિવાદ સર્જાયો છે.
સામાજિક કાર્યકરે કહ્યું કે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવી હોય તો નિયમો તમામ માટે સરખા રાખવા જોઈએ. એક તરફ ગણપતિ પર્વ અને સામાજિક કાર્યકરના હોર્ડિંગ્સ દૂર કરાયા છે, જ્યારે ભાજપના નેતાઓના હોર્ડિંગ્સ યથાવત્ રાખવામાં આવે છે, આ બાબત સવાલો ઊભા કરે છે.
વધુમાં કહ્યું કે મ્યુનિ. કોર્પોેરેશન ભાજપના ઇશારે કામ કરતું હોય તેમ જણાઈ રહ્યું છે. નિયમ મુજબ કાર્યવાહી કરવાની હોય તો ભાજપના નેતાઓના હોર્ડિંગ્સ પણ ઉતારવા જોઈએ. અન્યથા ગણપતિ પર્વ અંગેના અને સામાજિક કાર્યકરના હોર્ડિંગ્સ ફરીથી લગાવવા જોઈએ.
આ મામલે આવતીકાલે સોમવારે મ્યુનિ. કમિશ્નરને લેખિત રજૂઆત કરાશે તેવું એમણે જણાવ્યું છે.




