ટ્રેનમાં મુસાફરો પાસેથી બળજબરીપૂર્વક ઉઘરાણીના આક્ષેપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Railway Station : ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થયા છે. મુસાફરોના આક્ષેપ મુજબ, ટ્રેન ઉપડતાની સાથે જ કેટલાક ટ્રાન્સજેન્ડર લોકોના ટોળાં કોચમાં પ્રવેશી મુસાફરો પાસેથી બળજબરીપૂર્વક નાણાંની માંગણી કરે છે. રૂ.10થી ઓછી રકમ સ્વીકારવામાં આવતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
મુસાફરોના જણાવ્યા મુજબ, કોઈ વ્યક્તિ નાણાં આપવાનો ઇનકાર કરે તો તેની સાથે ગાળાગાળી કરી જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે. કેટલીક મહિલાઓ અને યુવતીઓની હાજરીમાં અશોભનીય હાવભાવ અને વર્તન કરવામાં આવતું હોવાના પણ આક્ષેપો થયા છે. જેના કારણે પરિવાર સાથે મુસાફરી કરતા મુસાફરોમાં અસહજતા અને ભયનો માહોલ સર્જાતો હોવાની ફરિયાદો ઉઠી છે.
મુસાફરોના ટેક્સના નાણાંથી રેલવે વ્યવસ્થા ચાલતી હોવા છતાં ટ્રેનના કોચમાં આવી રીતે બળજબરીથી નાણાં ઉઘરાવવાના આક્ષેપો સામે રેલવે તંત્ર અને આરપીએફની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ટ્રેનોમાં નિયમિત ચેકિંગ વધારી આવી પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને મુસાફરોને સુરક્ષિત તથા ભયમુક્ત મુસાફરી મળી રહે તે માટે રેલવે વિભાગ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.




