Baroda

રેલવે ડિવિઝનમાં તમામ સિગ્નલ હવે ડાબી બાજુ

By GS Team
21 Sep 20261 min read
TukuTouch Logo
Western Railway's Vadodara Division has successfully relocated all 41 main signals to the left-hand side for loco pilots. The signalling and telecommunication team completed this phase-wise. This uniformity will enhance visibility and signal identification for loco pilots, significantly reducing the chances of misinterpreting or missing signals, thus improving operational safety and efficiency across the division.

Summarized by AI; it may make mistakes. Check important info

રેલવે ડિવિઝનમાં તમામ સિગ્નલ હવે ડાબી બાજુ

પશ્વિમ રેલવેના વડોદરા ડિવિઝનના તમામ મુખ્ય સિગ્નલ હવે લોકોપાઇલટની ડાબી બાજુ (લેફ્ટ હેન્ડ) સ્થાપિત કરાયા છે.  સિગ્નલિંગ અને દૂરસંચાર વિભાગની ટીમે બાકીના ૪૧ જમણી બાજુના સિગ્નલને તબક્કાવાર ડાબી બાજુ ખસેડયા છે. તમામ મુખ્ય સિગ્નલની સ્થિતિ એક સમાન થતાં લોકોપાઇલટને સિગ્નલ જોવામાં અને ઓળખવામાં સરળતા રહેશે, જેના કારણે ખોટું સિગ્નલ જોવાની કે ઓળખવામાં ભ્રમ થવાની સંભાવના ઘટશે.