Baroda

અમદાવાદની પ્રથા પવારે ડબલ ટાઈટલ જીત્યા

By GS Team
14 Aug 20261 min read
TukuTouch Logo
અમદાવાદની પ્રથા પવારે ચોથી સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં મહિલા સિંગલ્સ અને જુનિયર ગર્લ્સ અંડર-19 એમ બે ટાઇટલ જીત્યા. સુરતની 10મી ક્રમાંકિત વિન્સી તન્નાએ અંડર-15 ગર્લ્સમાં અપસેટ સર્જ્યો. કચ્છના ધ્રુવ ભંભાણીએ અંડર-15 બોયઝનું ટાઇટલ જીત્યું. સુરતના દક્ષ જેઠવાએ અંડર-13 બોયઝમાં વિજય મેળવ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદની પ્રથા પવારે ડબલ ટાઈટલ જીત્યા

અમદાવાદની ટોચની ક્રમાંકિત પ્રથા પવારે ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું છે, જ્યારે સુરતની ૧૦મી ક્રમાંકિત વિન્સી તન્નાએ અંડર-૧૫ ગર્લ્સની ફાઇનલમાં મોટો અપસેટ સર્જ્યો છે.

અત્રે યોજાયેલી ચોથી સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટમાં ૧૭ વર્ષની પ્રથા પવારે મહિલા સિંગલ્સની ફાઇનલમાં સુરતની દ્વિતીય ક્રમાંકિત આફ્રિન મુરાદને એકતરફી મુકાબલામાં ૪-૦થી હરાવી છે. આ જીત સાથે પ્રથાએ ડબલ ટાઇટલ હાંસલ કર્યું છે. અગાઉ, પ્રથાએ જુનિયર ગર્લ્સ અંડર-૧૯નું ટાઇટલ પણ પોતાના નામે કર્યું હતું.

સુરતની ૧૦મી ક્રમાંકિત ૧૩ વર્ષની વિન્સી તન્નાએ સબ-જુનિયર અંડર-૧૫ ગર્લ્સની રોમાંચક ફાઇનલમાં સુરતની જ ટોચની સીડ ડાનિયા ગોડિલને ૩-૨થી હરાવી મોટો અપસેટ સર્જ્યો છે, જ્યારે ડાનિયાએ અંડર-૧૭ ગર્લ્સની ફાઇનલમાંટોચની સીડ અને ભાવનગરની ચાર્મી ત્રિવેદીને ૩-૨થી હરાવી છે.

કચ્છના પાંચમા ક્રમાંકિત ધુ્રવ ભંભાણીએ  અમદાવાદના છઠ્ઠા ક્રમાંકિત અંશ ખમારને ૩-૧થી હરાવી સબ-જુનિયર બોયઝ અંડર-૧૫નું ટાઇટલ જીત્યું છે.

ગર્લ્સ અંડર-૧૩માં સુરતના ખેલાડીઓએ સફળતા મેળવી હતી. બોયઝ અંડર-૧૩માં સુરતના ત્રીજા ક્રમાંકિત દક્ષ જેઠવાએ કચ્છના ચોથા ક્રમાંકિત ધુ્રવને ૩-૦થી હરાવ્યો છે. હોપ્સ કેટેગરીમાં ટોચની સીડ ખેલાડીઓએ ખિતાબ પર કબજો જમાવ્યો હતો.

આ સાથ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું સમાપન થયું છે.