અમદાવાદ, જામનગર ઈન્ટરસિટી બાજવાથી અવરજવર કરશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા રેલવે સ્ટેશન પર ચાલી રહેલા યાર્ડ રિમોડેલિંગ અને સિગ્નલિંગ અપગ્રેડેશનના કામને લીધે પશ્વિમ રેલવે દ્વારા વડોદરા સ્ટેશન યાર્ડમાં બ્લોક લેવામાં આવ્યો હોવાથી ૧૩ જુલાઈ સુધી કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો છે.
પોસ્ટ નોન-ઇન્ટરલોકિંગ કામગીરી દરમિયાન વિશ્વામિત્રી, બાજવા, છાયાપુરી, પ્રતાપનગર અને મકરપુરા સ્ટેશનો પરથી કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અથવા શોર્ટ ઓરિજિનેટ કરાશે.
વડોદરા-કોટા એક્સપ્રેસ ૧૧થી ૧૩ જુલાઈ દરમિયાન છાયાપુરીથી ઉપડશે. કોટા-વડોદરા એક્સપ્રેસ ૧૦થી ૧૨ જુલાઈ દરમિયાન છાયાપુરી સુધી જ આવશે. અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી ૧૧થી ૧૩ જુલાઈ દરમિયાન બાજવા સુધી જ આવશે અને વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી બાજવાથી ઉપડશે.
વડોદરાથી દાહોદ, ગોધરા અને વટવા જતી અનેક મેમુ ટ્રેનો છાયાપુરી અથવા બાજવાથી શરૃ થશે. દાહોદ, ગોધરા, વટવા અને સુરતથી આવતી મેમુ ટ્રેનો છાયાપુરી, બાજવા અથવા વિશ્વામિત્રી સુધી જ દોડશે. વડોદરા-વલસાડ ઇન્ટરસિટી સુપરફાસ્ટ ૧૧થી ૧૩ જુલાઈ દરમિયાન બાજવાથી સાંજે ૪ઃ૪૫ કલાકે ઉપડશે. વલસાડ-વડોદરા, વલસાડ- વડોદરા પેસેન્જર મકરપુરાથી અવરજવર કરશે. વડોદરા-વટવા પેસેન્જર પ્રતાપનગરથી સવારે ૫ઃ૪૦ કલાકે ઉપડશે. વડોદરા-જામનગર , જામનગર - વડોદરા ઇન્ટરસિટી બાજવાથી અવરજવર કરશે.




