વડોદરા મ્યુ.કોર્પોરેશનમાં એજન્ટો સક્રિયઃટીપીમાં કપાયેલા પ્લોટના સેટલમેન્ટના નામે 25 લાખની ઠગાઇ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા મ્યુ.કોર્પોરેશનમાં કામો કરી અપાવવાના નામે એજન્ટો સક્રિય હોવાના કિસ્સાઓ બનતા હોય છે ત્યારે આવા જ એક કિસ્સામાં ટીપી સ્કીમમાં કપાતમાં જતા પ્લોટના સેટલમેન્ટના નામે એક વેપારી સાથે ૨૫ લાખની ઠગાઇ થતાં તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ગોત્રી તળાવ નજીક ગુરૃકૃપા બિલ્ડિંગમાં રહેતા વેપારી ધવલભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૨૨માં ગોત્રી-ગોરવા વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-૧૦ ફાઇનલ અમલમાં મૂકાતાં અમારા પ્લોટના ભાગ પડયા હતા.
પ્લોટ કપાતમાં જવાથી અમને નુકસાન જતું હોવાથી કોઇ રસ્તો નીકળે તે હેતુથી મારા પરિચિત શૈલેષભાઇ માળીને વાત કરતાં તેમણે ઓક્ટોબર-૨૦૨૨માં મનીષ સુરેન્દ્રલાલ દીક્ષિત(લાઇટ ઓક્સ રેસિડેન્સી, મમતા સોસાયટી પાસે, ઇલોરાપાર્ક)નો સંપર્ક કરાવ્યો હતો.
વેપારીએ કહ્યું છે કે,મનીષે કામ કરાવી આપવા માટે રૃ.૨૫ લાખની ફી નક્કી કરી ચેક મારફતે રકમ મેળવી હતી.પરંતુ ત્યારબાદ તેણે ગલ્લાતલ્લા કરવા માંડયા હતા.લાંબો સમય થવા છતાં કામ નહિ થતાં રૃપિયા પરત માગતા મનીષે કહ્યું હતું કે મેં કામ કરવાના નહિ પણ કામના ફોલોઅપ માટે પૈસા લીધા છે.આખરે લક્ષ્મીપુરા પોલીસની મદદ લેતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.




