Baroda

માર્કશીટમાં કરેલા ચેડાંની પોલ ખૂલી જતાં ધોરણ-6નાે વિદ્યાર્થી સાયકલ લઇ ફરાર,અમદાવાદ હાઇવે પરથી મધરાતે મળ્યો

By GS Team
11 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના સમતા વિસ્તારમાં ધોરણ-6ના વિદ્યાર્થીએ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા વાલીના ઠપકાના ડરથી માર્કશીટમાં ચેડાં કર્યા હતા. પિતા બહારગામ હોઈ, માતાને શંકા જતાં સત્ય બહાર આવ્યું. ગભરાયેલો વિદ્યાર્થી સાયકલ લઈ ઘરેથી નીકળી ગયો. લક્ષ્મીપુરા પોલીસે 3 ટીમો બનાવી CCTV ફૂટેજ તપાસ્યા. મધરાતે છાણી-અમદાવાદ હાઈવે પરથી તેને શોધી, સમજાવીને માતાને સુરક્ષિત પરત સોંપ્યો. પોલીસે વિદ્યાર્થી અને વાલીનું કાઉન્સેલિંગ પણ કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

માર્કશીટમાં કરેલા ચેડાંની પોલ ખૂલી જતાં ધોરણ-6નાે વિદ્યાર્થી સાયકલ લઇ ફરાર,અમદાવાદ હાઇવે પરથી મધરાતે મળ્યો

વડોદરાના સમતા વિસ્તારમાં એક માસૂમ વિદ્યાર્થીએ વાલીના ગુસ્સાથી બચવા માટે ઉપાડેલું પગલું તેના જીવ માટે જોખમી સાબિત થાય તે પહેલાં લક્ષ્મીપુરા પોલીસે તેને બચાાવી લીધો છે.
સમતા વિસ્તારની સોસાયટીમાં રહેતા ધોરણ-૬ના વિદ્યાર્થીના પિતા બહારગામ કામે ગયા હોવાથી માતા સાથે રહેતો હતો.તાજેતરમાં તેણે પરીક્ષા આપી હતી તેમાં માર્ક ઓછા આવતાં માતા-પિતા લડશે તેવા ડરથી તેણે માર્કશીટના માર્ક્સમાં ચેડાં કર્યા હતા.
જો કે માર્કશીટ જોતાં જ માતાને શંકા પડી હતી અને શિક્ષકને પૂછતાં સાચી હકીકત જાણવા મળી હતી.વાલી સુધી હરકતની જાણ થઇ જતાં વિદ્યાર્થી ગભરાયો હતો અને સાંજે સાયકલ લઇને નીકળી ગયો હતો.વિદ્યાર્થી નજરે નહિ પડતાં તેની માતાએ લક્ષ્મીપુરાના પીઆઇ ગાયત્રી રાજપૂતનો સંપર્ક કર્યો હતો.
બનાવની ગંભીરતા જોઇ પીઆઇએ ત્રણ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.પોલીસની એક ટીમ પગેરું શોધતી મધરાતે છાણી થી અમદાવાદ તરફ જતા હાઇવે પર પહોંચી હતી.જ્યાં સાયકલ લઇને જઇ રહેલા વિદ્યાર્થીને એક ટ્રક ડ્રાઇવર સાથે વાત કરતો જોઇને તેને સમજાવીને પરત લવાયો હતો.મધરાતે વિદ્યાર્થીને તેની માતાને સુરક્ષિત સોંપાતા તેની આંખમાં પાણી આવી ગયા હતા.પીઆઇએ પણ વિદ્યાર્થી અને વાલીનું કાઉન્સેલિંગ કર્યું હતું.