Baroda

અટલાદરા વિસ્તારમાં આવેલો પ્લોટ વેચી દીધા પછી જૂના માલિક તાળા તોડી ઘુસી ગયા

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
વડોદરાના અટલાદરા વિસ્તારમાં વેચેલો પ્લોટ ફરી પચાવી પાડવાનો પ્રયાસ થયો છે. જૂના જમીન માલિક ચંદ્રપાલસિંહે પ્લોટમાં ગેરકાયદે ઘુસી શટરના તાળા તોડ્યા અને CCTV પણ કાઢી નાખ્યા. નવા માલિક આનંદ શાહે ફરિયાદ નોંધાવતા, અદાલતના આદેશ છતાં કબજો સોંપાયો ન હતો. પોલીસે ચંદ્રપાલસિંહ ચૌહાણ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અટલાદરા વિસ્તારમાં આવેલો   પ્લોટ વેચી દીધા પછી જૂના માલિક તાળા તોડી ઘુસી ગયા

અટલાદરા વિસ્તારમાં આવેલો પ્લોટ વેચી દીધા પછી ફરીથી તે પ્લોટમાં શટરના તાળા તોડી ગેરકાયદે ઘુસી જનાર જૂના જમીન માલિક સામે પોલીસેગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
જેતલપુર રોડ અનુપમ સોસાયટીમાં રહેતા અને જમીન લે - વેચનું કામ કરતા આનંદ ભરતભાઇ શાહે હરણી પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોધાવી જણાવ્યું છે કે, મારા મિત્ર સૂરજભાઇ શેઠ દ્વારા જાણવા મળ્યું હતું કે, ચંદ્રપાલસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણની અટલાદરાની સીમમાં આવેલી બે જગ્યા વેચવાની છે.જે પૈકી સર્વે નંબર ૧૯૮ વાળી જગ્યાનું બાનાખત કરી પાંચ લાખ ચૂકવ્યા હતા. બાકીની રકમ ચૂકવી આપ્યેથી દસ્તાવેજ કરી આપવાનું નક્કી થયુંહતું. હું બાકીની રકમ ચૂકવવા તૈયાર હોવાછતાં ચંદ્રપાલસિંહ દસ્તાવેજ કરી આપવા તૈયાર નહતા. જેથી, મેં કોર્ટમાં દાવો દાખલ કર્યોહતો. અદાલતના હુકમ મુજબ કોર્ટ કમિશનરે અમરી તરફેણમાં તા.૦૭-૧૧-૨૦૨૫ ના રોજ ઉપરોક્ત જમીનનો શેડ સાથેના ફોટોગ્રાફ્સ વાળી જમીનનો વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. તેમજ શેડ સાથેની જમીનનો કબજો અમને સુપરત કરાયો હતો. ગત તા. ૦૬- ૦૮-૨૦૨૬ ના રોજ ચંદ્રપાલસિંહે અમારી માલિકીની જગ્યામાં ઘુસી જઇ વર્કશોપના શટરનું તાળું તોડી નાખ્યું હતંંુ. તેમજ સીસીટીવી પણ કાઢી નાખ્યા હતા અને અમારી જગ્યામાં ફોર વ્હીલર વર્કશોપનું કામ કરવા લાગ્યો હતો. મારા મેનેજર કહેવા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અટલાદરા પોલીસે ચંદ્રપાલસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ (રહે. આનંદવિલા ફ્લેટસ, ગોત્રી) ની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.