અન્ડર-14 ટીમમાં પસંદગી બાદ ડોકટર બનવા ક્રિકેટ છોડ્યુ, MBBSમાં 10 ગોલ્ડ મેડલ મેળવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આજે 161 વિદ્યાર્થીઓને 202 ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાં મેડિસિન ફેકલ્ટીમાં એમબીબીએસની ડિગ્રી મેળવનાર હર્ષ ચોકસીએ 10 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
હાલમાં ચંદીગઢમાં પીજી ઓર્થોપેડિકનો અભ્યાસ કરી રહેલા હર્ષ ચોકસીના માતા અને પિતા પણ ડોકટર છે. તેની બહેન પ્રિયા ચોકસી એઈમ્સમાં સુપર સ્પેશ્યાલિટીનો અભ્યાસ કરી રહી છે. તેને પણ બરોડા મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી સાથે ત્રણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયા હતા. આમ ભાઈ અને બહેન કુલ મળીને 13 ગોલ્ડ મેડલ મેળવી ચૂકયા છે. હર્ષે ક્રિકેટર પણ છે. તે બીસીએની અન્ડર-14 ટીમના સંભવિતોમાં પસંદ પણ થયો હતો.
હર્ષે એક વાતચીતમાં કહ્યું હતું કે, ડોકટર બનવા માટે મેં ધો.10 પછી ક્રિકેટ છોડી દીધું હતું. જોકે સમય મળે ત્યારે હજી પણ હું ક્રિકેટ રમુ છું પણ મેડિકલનો અભ્યાસ ઘણી મહેનત માગી લે છે. તમારે ઘણો ભોગ આપવો પડે છે. સાથે સાથે તેણે કહ્યું હતું કે, મેડિકલના વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટનાઓ બને છે તે દુખદ છે. જ્યારે જેન ઝી માટે મારો સંદેશ છે કે, બહુ જ ગંભીરતાથી અભ્યાસ કરીને કેરિયર બનાવો.




