Baroda

ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર અદિતી શર્માએ વડોદરાના ઇન્વેસ્ટરને ફસાવી રૃ.92.48 લાખ ઠગી લીધા

By GS Team
23 Oct 20261 min read
TukuTouch Logo
વડોદરામાં રોકાણકાર જસ્મિન પટેલ સાથે મિત્રતા કેળવી રૂ. 92.48 લાખની ઓનલાઈન છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક પર અદિતિ શર્માની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ ક્રિપ્ટો ટ્રેડિંગમાં રોકાણના બહાને આ છેતરપિંડી આચરવામાં આવી હતી. શરૂઆતમાં નફો મળ્યા બાદ, કુલ રૂ. 94.27 લાખનું રોકાણ કરાવ્યું હતું. પૈસા ઉપાડવા માટે વધુ રકમ માંગવામાં આવતા, જસ્મિન પટેલે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલનાર અદિતી શર્માએ વડોદરાના ઇન્વેસ્ટરને ફસાવી રૃ.92.48 લાખ ઠગી લીધા

વડોદરાના વધુ એક ઇન્વેસ્ટર સાથે ફ્રેન્ડશિપ કર્યા બાદ રૃ.૯૨.૪૮ લાખની છેતરપિંડીનો બનાવ બનતાં સાયબર સેલે ગુનો નોંધ્યો છે.
અટલાદરા પોલીસ સ્ટેશન પાછળ યોગી નગરમાં રહેતા અને ખાનગી કંપનીના માર્કેટિંગ વિભાગમાં નોકરી કરતા જસ્મિન પટેલે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૧૦મી જાન્યુઆરીએ ફેસબૂક પર અદિતી શર્માની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ અમારી વચ્ચે વાતો થતી હતી અને અદિતીએ વોટ્સએપ નંબર પણ આપતાં ફ્રેન્ડશિપ થઇ હતી.
અદિતીએ કહ્યું હતું કે હું ક્રિપ્ટો ટ્રેડિંગ કરીને ૧૦૦૦ ડોલર રોકીને સામે ૧૦૦૦ ડોલર કમાવું છું.તેણે સ્ક્રીનશોટ પણ મોકલતાં મને વિશ્વાસ બેઠો હતો.ત્યારબાદ તેણે તેના કાકા નીતિનકુમાર સાથે વાત કરાવી હતી અને એક લિન્ક મોકલીને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
યુવકે કહ્યું છે કે,શરૃઆતમાં મેં ૧૦,૦૦૦ નું રોકાણ કરતાં તેની સામે મને સારો નફો થયો હતો.જેથી મેં વધુ રોકાણ કર્યું હતું.કુલ રૃ.૯૪.૨૭ લાખનું રોકાણ થતાં મને રૃ.૧.૭૮ લાખ જેટલી રકમ પરત મળી હતી.બાકીની રકમ સામે મને સારો એવો પ્રોફિટ દેખાતો હતો.પરંતુ આ રકમ ઉપાડવા માટે મારી પાસે રકમની માગણી કરવામાં આવતી હતી.જેથી શંકા જતાં સાયબર સેલને જાણ કરી છે.