Baroda

ડ્રેનેજ કામગીરીમાં બેદરકારી અંગે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

By GS Team
8 Jul 20261 min read
TukuTouch Logo
બિલ વિસ્તારમાં નવા APS, પ્રેશર લાઇન અને ડ્રેનેજ નેટવર્કના કામમાં બેદરકારી બદલ મ્યુનિસિપલ કોર્પોરેશને દિનેશચંદ્ર આર. અગ્રવાલની ઇન્ફ્રાકોન પ્રા. લિ. સામે કાર્યવાહી કરી છે. પ્રકૃતિવિલા પાસે ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં 25 મીટરના ટ્રેન્ચ સેટલમેન્ટની સમસ્યા સર્જાઈ હતી. તપાસ બાદ કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને 1 લાખનો દંડ ફટકારી, તાત્કાલિક સમારકામ અને ભવિષ્યમાં બેદરકારી ન દાખવવા સૂચના આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડ્રેનેજ કામગીરીમાં બેદરકારી અંગે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી

બિલ વિસ્તારમાં નવું એ.પી.એસ. તેમજ પ્રેશર લાઇન અને ડ્રેનેજ નેટવર્કની કામગીરીમાં બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરાઈ છે.

બિલ વિસ્તારમાં નવું એ.પી.એસ. બનાવવા તેમજ પ્રેશર લાઇન અને ડ્રેનેજ નેટવર્ક નાખવાનો ઇજારો દિનેશચંદ્ર આર. અગ્રવાલની ઇન્ફ્રાકોન પ્રા. લિ.ને આપ્યો હતો. ચાર મહિના પહેલાં પ્રકૃતિવિલા આગળના માર્ગ પર ડ્રેનેજ ગ્રેવિટી લાઇનનું કામ કરાયું હતું.

જોકે ૨૫ મીટર જેટલા વિસ્તારમાં ટ્રેન્ચ સેટલમેન્ટ ( ડ્રેનેજ લાઈન નાખવા માટેનો ખાડો)ની સમસ્યા સર્જાતા કામગીરીની ગુણવત્તા અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે. આ મામલે મ્યુનિ.કોર્પોરેશને તપાસ કર્યા બાદ કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવી કાર્યવાહી હાથ ધરી છે.

મ્યુનિ.કોર્પોરેશને કોન્ટ્રાક્ટરને રૃા. ૧ લાખનો દંડ વસૂલવા માટે તેની ચૂકવણીમાંથી કપાત કરવાની નોટિસ પાઠવી છે. સાથે જ તાત્કાલિક ધોરણે જરૃરી સમારકામ કરીને ડ્રેનેજ ગ્રેવિટી લાઇનને યોગ્ય સ્થિતિમાં લાવવા અને ભવિષ્યમાં આવી બેદરકારી ન દાખવવા પણ સૂચના આપી છે.