બૂટલેગરોને દારૃ સપ્લાય કરનાર આરોપી ઝડપાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

શહેર જિલ્લામાં વિદેશી દારૃનો સપ્લાય કરનાર બૂટલેગરને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.આરોપી સામે અગાઉ ૧૨ ગુના નોંધાયા છે અને બે વખત પાસા થઇ છે.
ગોત્રી મધર્સ સ્કૂલની પાછળ આવેલા સ્નેહ ફ્લેટમાં રહેતો વિર પ્રિતેશભાઇ શર્મા ફ્લેટની નીચે પાન પાર્લરની આડમાં દારૃનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે રેડ પાડી હતી.પોલીસે રેડ પાડતા વિર મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૃની ૧૮૫ બોટલ કિંમત રૃપિયા ૪૭,૫૯૮, રોકડા ૧૪,૭૦૦, મોબાઇલ ફોન તથા ટુ વ્હિલર મળી કુલ ૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૃ સપ્લાય કરનાર આરોપી મોહન રણવીરસિંગ શેખાવત (મારવાડી) (રહે. અમરનાથ ટેનામેન્ટ, કરોડિયા બાજવારોડ) ને પીસીબીએ ઝડપી પાડયો છે. વડોદરા તાલુકા પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલા દરોડામાં પણ હાલનો આરોપી વોન્ટેડ હતો









