Baroda

શહેરમાં પાંચ સ્થળે ચોરી કરનાર આરોપી ઝડપાયો

By GS Team
31 Jul 20261 min read
TukuTouch Logo
પાણીગેટ પોલીસે શહેરમાં 5 સ્થળોએ ચોરી કરનાર રીઢા આરોપી રાહુલ ઉર્ફે મામા બાવરીને દંતેશ્વરથી ઝડપી પાડ્યો છે. વાઘોડિયા રોડ પરથી 1.92 લાખની ચોરી ઉપરાંત અન્ય 4 ગુનાઓની કબૂલાત કરી છે. પોલીસે સોના-ચાંદીના દાગીના, રોકડા અને બાઈક સહિત 2.74 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દાગીના ખરીદનાર મનીષ સોની પણ ઝડપાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શહેરમાં પાંચ સ્થળે ચોરી કરનાર આરોપી ઝડપાયો

શહેરમાં અલગ - અલગ પાંચ સ્થળે ચોરી કરનાર રીઢા આરોપીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી સોના ચાંદીના દાગીના, રોકડા અને બાઇક કબજે કર્યા છે.
વાઘોડિયારોડની પ્રભાત સોસાયટીમાં રહેતા અરૃણાબેન નરેન્દ્રભાઇ જોબનપુત્રાના ઘરમાંથી સોના ચાંદીના દાગીના મળી ૧,૯૨,૫૦૦ લાખની મતા ચોરી થઇ હતી. ચોર ટોળકી દાગીના ઉપરાંત ચૂંટણી કાર્ડ, ચેકબુક, ટુ વ્હીલરની આર.સી. બુક, ડ્રાઇવિંગ લાયસન્સ પણ લઇ ગઇ હતી. પાણીગેટ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરી આરોપી રાહુલ ઉર્ફે મામા ઉર્ફે અમરસિંગ અજીતસિંગ બાવરી (રહે. મહાકાળી નગર,દંતેશ્વર) ને ઝડપી પાડયો હતો. પોલીસની પૂછપરછ દરમિયાન તેણે વધુ ચાર ગુનાની કબૂલાત કરી છે. પોલીસે ચોરીના દાગીના લેનાર મનીષ જ્યંતિલાલ સોની (રહે.વેરા ફળિયા, દંતેશ્વર) ને પણ ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી ૨.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.