Baroda

બાકી નીકળતા રૃપિયા લેવા બોલાવી બે ભાઇઓ પર ખૂની હુમલાના બનાવનો આરોપી પકડાયો

By GS Team
24 Aug 20261 min read
TukuTouch Logo
ગોરવામાં 5 મહિના પહેલાં બે ભાઈઓ પર થયેલા જીવલેણ હુમલા કેસમાં ફરાર આરોપી મહંમદકૈફ ઉર્ફે અજ્જુ શેખને ક્રાઈમ બ્રાન્ચે છાણી કેનાલ પાસેથી ઝડપી પાડ્યો છે. પૈસાની લેતીદેતી મામલે સમીર, ઔરંગઝેબ, અજ્જુ અને રઈશે દંડા તથા લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. પોલીસે અજ્જુને ગોરવા પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બાકી નીકળતા રૃપિયા લેવા બોલાવી બે ભાઇઓ પર ખૂની હુમલાના બનાવનો આરોપી પકડાયો

ગોરવામાં રૃપિયા લેવા માટે બોલાવ્યા બાદ બે ભાઇઓ પર ખૂની હુમલો કરવાના બનાવમાં પાંચ મહિનાથી ફરાર એક હુમલાખોરને પોલીસે ઝડપી પાડયો છે.
ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવની વિગત એવી છે કે,બાકી નીકળતા રૃપિયા લેવા માટે આવેલા બે ભાઇઓ પર સમીર,તેના સાળા ઓરંગઝેબ,અજ્જુ અને રઇશ નામના દંડા,લોખંડની પાઇપ જેવા સાધનોથી હુમલો કર્યો હતો.
જે બનાવમાં ફરાર મહંમદકૈફ ઉર્ફે અજ્જુ દિલશાદહુસેન શેખ(પાર્ક હેવન,લાભ રેસિડેન્સી પાસે,ગોરવા)ને પણ પોલીસ શોધતી હતી.આરોપી છાણી કેનાલ પાસે હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડી ગોરવા પોલીસને સોંપવા તજવીજ કરી હતી.